જાણવા જેવું

ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 1100 કરોડ રૂપિયાની રક્ષા ડીલને મંજૂરી મળી છે. આ સૌદાથી ભારતને કેટલો ફાયદો થશે તે જાણીએ ,

DSCA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત વેચાણ યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને આગળ વધારવામાં મદદ કરશે અને ભારતની દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરશે.

યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) એ ભારતને 131 મિલિયન ડોલર એટલે કે લગભગ 1100 કરોડ રૂપિયાના મૂલ્યના લશ્કરી હાર્ડવેર અને લોજિસ્ટિક્સ સાધનોના વેચાણને મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.

આ દરખાસ્ત અમેરિકાના ફોરેન મિલિટરી સેલ (FMS) યોજના હેઠળ કરવામાં આવી છે. જે હેઠળ ભારતને સી-વિઝન સોફ્ટવેર, રિમોટ સોફ્ટવેર, વિશ્લેષણાત્મક સહાય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. આ સોદો ભારત-પેસિફિક દરિયાઈ ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો છે.

આ ડીલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની યુએસ સરકાર ભારતને એક વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વધુ મજબૂત બનાવવા તરફ પગલાં લઈ રહી છે. DSCA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત વેચાણ યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને આગળ વધારવામાં મદદ કરશે અને ભારતની દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરશે.

અમેરિકન પક્ષનું કહેવું છે કે ભારતને આ ઉપકરણો અને સેવાઓ અપનાવવામાં કોઈ સમસ્યા નહીં થાય. આ ઉપરાંત આ સોદાથી પ્રાદેશિક લશ્કરી સંતુલન પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. આ સંરક્ષણ સોદા માટે મુખ્ય કોન્ટ્રાક્ટર વર્જિનિયા સ્થિત હોકઆઈ 360 કંપની છે. જે વિશ્લેષણાત્મક ટેકનોલોજી અને દરિયાઈ દેખરેખ પ્રણાલીના ક્ષેત્રમાં અગ્રણી માનવામાં આવે છે.

જોકે આ સોદા પર ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ કરાર ભારતની દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. આ સોદાને ભારતની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાને વેગ આપવા અને પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો તરફથી ઉભરતા જોખમોનો સામનો કરવાના સંદર્ભમાં એક નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button