ગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સોમવારે સોમવારે પરિણામ થશે જાહેર ,

આ સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે 5 તરીખને સોમવારે જાહેર થવાનું છે. આ સાથે જ GUJCET 2025ની પરીક્ષાનું પરિણામ પર જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સોમવારે સોમવારે પરિણામ જાહેર થવાનું છે. જેની જાણકારી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી.

જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામે આવતીકાલે 5મી મેના રોજ સવારે સાડા 10 વાગ્યે જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર 5મી મે સોમવારના રોજ સવારે 10:30 કલાકે પરિણામ મૂકવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ વેબસાઈટ પર

પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ માટે વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે અને રિઝલ્ટ સ્ક્રિન ઉપરજોવા મળી જશે.

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકે છે. જ્યારે સ્કૂલમાંથી માર્કશીટ મેળવવા અંગે પછીથી જાહેરાત કરવામાં આવશે.

આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ચેક કરો

  • gseb.org વેબ સાઈટ પર જાવ
  • ત્યાં હોમ પેજ પર Result ઑપ્શન દેખાશે, તે સિલેક્ટ કરો
  • હવે HSC Result 2025 વિકલ્પ દેખાશે,
  • તેમાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે
  • જે બાદ 6 આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને GO પર ક્લિક કરો
  • હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.
  • જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો
News Click 24

Poll not found

Related Articles

Back to top button