કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી બીજેડ જમીર ખાનના તેમનું નિવેદન સોશિયલ મીડીયામાં વાયરલ ; ‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ ,
પહેલગામ હુમલાથી ક્રોધિત મંત્રી બીજેડ જમીર ખાનનો વિડીયો વાયરલ

‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ….’ આ શબ્દો છે કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી બીજેડ જમીર ખાનના તેમનું આ નિવેદન સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકી હુમલો અને તેમાં નિર્દોષ 26 લોકોના મોતથી પુરા દેશમાં રોષ છે ત્યારે કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી બીજેડ જમીર ખાને કહ્યું છે કે, જો વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પાસે તેમણે મંજુરી માંગી છે કે તે ખુદ સુસાઈડ બોમ્બર બનીને પાકિસ્તાન સાથે જંગ કરવા ચાલ્યો જશે.
શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાથી ભારતનું દુશ્મન રહ્યું છે. આ પહેલા જમીર અહમદ ખાને પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી અને નિર્દોષ પરના આતંકી કૃત્યને અમાનવીય ગણાવ્યુ હતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમણે કેન્દ્રને કઠોર પગલાનું આહવાન કર્યું હતું.