ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાંની સાથે બોર્ડની વેબસાઇટ થોડીક વાર માટે ઠપ્પ થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025 ફેબ્રુઆરી મહિનાના અંતમાં માં લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે.
ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.