જાણવા જેવું

ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું થયું છે.

બદલાયેલા વાતાવરણથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે હજુ ચારથી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે

ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું થયું છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વીજળીના કડક ભડાકા સાથે ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેર-ઠેર ગામડાઓ અને શહેરોમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.

IMDએ ગુજરાતમાં ફૂંકાયેલા પવનના આંકડા બહાર પાડયા છે. જે મુજબ ગુજરાતમાં હળવાથી લઈને ભારે વાવાઝોડાને ટક્કર માટે એવો પવન ફૂંકાયો હતો. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં 93 કિમીની ઝડપથી પવન ફૂંકાયો હતો. ગાઈકલ સાંજે 6 વાગ્યે નોંધાયેલ આંકડા મુજબ તેની ઝડપ 93 કિમી/કલાકની હતી. બીજી તરફ ધોલેરામાં 89કિમી/કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. અરણેજમાં 87 કિમી/કલાક, આણંદમાં 85 કિમી/કલાક, ભરૂચમાં રાતે 8 વાગ્યા આસપાસ 83 કિમી/કલાક, રાજકોટમાં 80 કિમી/કલાક અને ભાવનગરમાં 74 કિમી/કલાકની ગતિએ પવન ફૂંકાયો હોવાનું નોંધાયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડ્યા છે

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ઉપરાંત ભાવનગરમાં પણ મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જેના કારણે ટ્રાફિકમાં અવરોધની સમસ્યા ઊભી થઈ હતી. વાત કરી અમદાવાદ શહેરની તો અમદાવાદના જાણીતા વિસ્તાર શ્યામલમાં હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોર્ડિગ ધરાશાયી થયું હતું.

કમોસમી વરસાદ અને ભારે પવનના લીધે અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપ ઉડી ગયા કે ધ્વસ્ત થયા હતા. જેના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન થયું હતું. વડોદરા, મહેસાણા, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા. લગ્નની ભરપૂર સિઝનમાં ભારે પવને લોકોમાં ચિંતા ઊભી કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અરબી સમુદ્ર, પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આસપાસ એક મજબુત હાઇપ્રેશરની સિસ્ટમ સક્રિય થઇ છે. જેને એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન પણ કહે છે. જેના લીધે ગરમ પવન ફૂંકાતા ગરમીના પ્રમાણમાં વધારો થાય છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

આજે એટલે કે 6 તારીખે કચ્છ, બનાસકાંઠા સહિત મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી છે. તો બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે 7 મેના રોજ બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 8 મેના રોજ આઠમી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button