ભારત

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળો પર હવાઈ હુમલા કર્યા ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ટોચના નેતૃત્વને નિશાન બનાવ્યું છે ,

ભારતના હુમલા પછી પાકિસ્તાની નાગરિકોએ પોતે જ વીડિયો બનાવ્યા અને પુષ્ટિ કરી કે ભારતીય હુમલો શક્તિશાળી હતો! ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયો પોતે જ આ વાતની સાક્ષી આપે છે.

ભારતના હુમલા પછી પાકિસ્તાની નાગરિકોએ પોતે જ વીડિયો બનાવ્યા અને પુષ્ટિ કરી કે ભારતીય હુમલો શક્તિશાળી હતો! ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયો પોતે જ આ વાતની સાક્ષી આપે છે. આ હુમલામાં ભારતીય સેનાની સાથે નૌકાદળ અને વાયુસેના પણ સામેલ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુપ્તચર એજન્સીઓની ગુપ્ત માહિતીના આધારે આ હુમલાઓ 6-7 મેની રાત્રે લગભગ 1.30 વાગ્યે ભારતીય ભૂમિથી કરવામાં આવ્યા હતા.ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાનના લોકો રાત્રે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ વાયરલ વીડિયોમાં તે દ્રશ્ય પણ જોઈ શકાય છે જેમાં લોકો વીડિયો બનાવતા જોવા મળે છે ,

પાકિસ્તાનના એક યુવકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે હુમલાની વાત કરતાં કહ્યું છે કે મૌલાના મસૂદના મદરેસા પર 4 મિસાઇલથી કરાયો હુમલો. પણ મારો સવાલ એ છે કે અમારી ફૌજ અને એજન્સી ક્યાં સૂઈ રહી હતી જ્યારે આ હુમલો થયો.

પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. જેના કારણે પાકિસ્તાનની રાતોરાત ઊંઘ અને શાંતિ છીનવાઈ ગઈ છે. પાકિસ્તાનીઓએ પોતે આ હુમલાનો વીડિયો બનાવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલાનું દ્રશ્ય જોઈ શકાય છે. જે એક પાકિસ્તાની નાગરિકે છત પરથી બનાવ્યું છે.

આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. ભારતીય સેનાએ મસૂદ અઝહરના ઠેકાણાને પણ નષ્ટ કરી દીધો છે.

ભારતીય સેનાએ પહેલગામ પર હુમલો કરનારા અને તેમના ઘરો, ઇમારતો અને દુકાનો તોડી પાડનારા ક્રૂર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button