બ્રેકીંગ ન્યુઝ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈ-મેઈલ મળતા ડોગ સ્કવોડ ચેકિંગ શરૂ કરાયું ,

PS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો અને એક લાઈનમાં 'We Will Blast Your Studium' લખેલું છે'' ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે તેના પહેલા આ ઇ-મેઈલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. GCA ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓન એલર્ટ બની છે. સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈ-મેઈલ મળતા ડોગ સ્કવોડ ચેકિંગ શરૂ કરાયું છે. પોલીસ ટીમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પાપ્ત વિગતો મુજબ એક અંગે મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો અને એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખેલું છે” ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે તેના પહેલા આ ઇ-મેઈલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સઘન તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, જે મેઈલ આવ્યો છે તે પાકિસ્તાન જેકેના નામે આવેલો છે, ત્યારે ભારતની એરસ્ટ્રાઈક સિંદૂર બાદ આ મેઈલ મળ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button