ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિતના સરહદી રાજ્યોના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા અને મુખ્ય સચિવ બેઠકમાં હાજર
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા . તેમણે રાષ્ટ્રપતિને આ કામગીરી વિશે માહિતી આપી. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, ડીજીપી અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન, અમિત શાહે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો. કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, ડીજીપી અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી.
જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ અને લદ્દાખના ઉપરાજયપાલ અને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજયપાલે બેઠકમાં ઉપસ્થિત હતા.
મધ રાત્રીથી થયેલ હુમલા બાદ હવે એલર્ટ રહેવા અને સરહદી સુરક્ષાની કામગીરી સંદર્ભે સમીક્ષા કરવા ચર્ચા કરી હતી.