ગુજરાત

ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું ; 83.08 ટકા પરિણામ જાહેર ,

મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા રિઝલ્ટ ,

ધો. 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં  મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.  ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયું છે. 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આ્વ્યું છે.  રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે તો રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. ધો. 10માં  ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી મારી છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જાહેર થયું છે તો  ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા જાહેર થયું છે.

ગયા વર્ષે 82.56 ટકા  પરિણામ આવ્યું હતું.  2025માં 8 લાખ 92 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી,રાજકોટમાં સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારના દીકરાએ ધોરણ 10ના પરિણામમાં માર્યું મેદાન. સમીર ગોહેલ નામના વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ રેંક મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.

વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક

GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ

ગુજરાત SSC Result પર કિલક કરો

રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો

બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો

વોટસઅપમાં આ રીતે ચકાશો રિઝલ્ટ

વિદ્યાર્થીઓ વોટસઅપ દ્વારા સીધો પોતાનો સીટ નંબર એન્ટર કરીને રિઝલ્ટ જાણી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના GSEB ssc ધોરણ 10 રિઝલ્ટ whatapp દ્રારા 6357300971 પર તેમનો સીટ નંબર સેન્ડ કરી રિઝલ્ટ જોઇ શકશે.

સોમવારે જાહેર થયું હતું ધોરણ 12નું  પરિણામ

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો હતો જેનું પરિણામ  92.91 ટકા આવ્યું હતુ..ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું હતુ..  જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું હતુ.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું  હતુ. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું, .  ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું  હતું.. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button