ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ ; મુખ્યમંત્રી સરહદી જિલ્લાઓના ગામડાઓની સમીક્ષા કરશે. સરહદી જિલ્લાઓના કલેક્ટરને સ્ટેન્ડ બાય રહેલા આદેશ કરાયો છે
સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે. હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થયો છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 10.30 વાગ્યે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી સરહદી જિલ્લાઓના ગામડાઓની સમીક્ષા કરશે. સરહદી જિલ્લાઓના કલેક્ટરને સ્ટેન્ડ બાય રહેલા આદેશ કરાયો છે. ઉપરાંત પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા માટે કલેક્ટરોને સત્તા અપાઇ છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલરૂમ ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે.
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરત પોલીસ એલર્ટ છે. ગુજરાતમાં 18 જિલ્લામાં સુરતને પણ એલર્ટ કરાયું છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે. હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે. સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો છે.
આ તરફ જામનગરમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાલની તણાવભરી પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.. જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને , વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે તેવું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે . જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો અને સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સંપર્ક કરવા અપીલ કરી