જાણવા જેવું
પહલગામમાં થયેલા આતંકવાદી અટેક અને ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે કાશ્મીર ખાલીખમ જોવા મળી રહ્યું છે.
દલ લેકના કિનારા પરની બોટ પર્યટકોની રાહ જોઈ રહી છે’ : પ્રધાન ઓમર અબદુલ્લા

મે મહિનામાં સામાન્ય રીતે હનીમૂન મનાવનારા યુગલો, અનેક પરિવારો અને કાશ્મીરના સૌંદર્યનો અનુભવ કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પણ હાલ પહલગામમાં થયેલા આતંકવાદી અટેક અને ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે કાશ્મીર ખાલીખમ જોવા મળી રહ્યું છે.
ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કાશ્મીરનું ઘરેણું ગણાતા દલ લેકનો વિડીયો શેર કર્યો છે. જેમાં મોટા ભાગે શિકારાની અવરજવર હોય છે ત્યાં એકદમ શાંત પાણી દેખાઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, દલ લેકને જોઈને બહુ દુ:ખ થઈ રહ્યું છે. સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં આ જળાશયમાં પ્રવાસીઓથી ભરેલા શિકારા હોવા જોઈએ, પણ અત્યારે આ લેક તદ્દન ખાલી છે. કિનારા પર બોટ ઊભી છે અને પર્યટકોની રાહ જોઈ રહી છે.
Poll not found