કચ્છના ટુર ઓપરેટર્સે પાકિસ્તાનને સમર્થન આપનારા ત્રણ દેશો તુર્કી, અઝરબેઝાન અને ચાઇના ત્રણેયના ટુર પેકેજ કેન્સલ કર્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું અને તણાવ ચરમસીમા પર હતો ત્યારે આ ત્રણેય દેશો પાકિસ્તાનની મદદ માટે તેની પડખે ઉભા હતા

કચ્છના ટુર ઓપરેટર્સે પાકિસ્તાનને સમર્થન આપનારા ત્રણ દેશો તુર્કી, અઝરબેઝાન અને ચાઇના ત્રણેયના ટુર પેકેજ કેન્સલ કર્યા છે. તાજેતરમાં જે રીતે ત્રણયે દેશોએ પાકિસ્તાનની તરફેણમાં પોતાનો ઝુકાવ બતાવ્યો છે, તેને જોતા ટુર ઓપરેટર્સે આ નિર્ણય લીધો છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતના વળતા પ્રહારથી ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા દિવસ માટે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.. આ દરમ્યાન તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો. જે બાદથી તુર્કી દરેક દેશભક્ત ભારતીયની નજરમાંથી ઉતરી ગયો છે.. ભારતના દુશ્મનને મદદ કરનાર આ દેશ પ્રત્યે દરેક દેશભક્ત નાગરિકને રોષ છે. આવોજ બીજો દેશ છે અઝરબેઝાન કે જે તુર્કી કહે એટલુંજ પાણી પીવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પણ તુર્કીની સાથે છે એટલે કે પાકિસ્તાનની સપોર્ટમાં પરોક્ષ રીતે છે. આ બે દેશો ઉપરાંત ચાઇનાએ પણ પાકિસ્તાનને ખુલ્લા સમર્થનની વાત કરી હતી. જેને લઇને ટુર ઓપરટેર્સ હવે આ ત્રણેય દેશોના ટુર પેકેજીસ કેન્સલ કરી રહ્યા છે, અને પ્રવાસીઓને અન્ય ટુર પેકેજ ઓફર કરી રહ્યા છે.
દેશમાં 2024માં ત્રણ લાખથી વધુ લોકોએ તુર્કી અને બાકુનો પ્રવાસ કર્યો હતો. જ્યારે 2.25 લાખ લોકોએ અઝર બૈજાનનો પ્રવાસ કર્યો હતો. ટુર સંચાલકોએ બીજા દેશ કરતાં લોકો પોતાના દેશ ભારતમાં ફરવા માટે જાય તેવી અપીલ કરી છે. ટ્રાવેલ ઓપરેટરો લોકોને કહી રહ્યાં છે કે, તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ટેકો અપાયો હોવાથી અમે ભારપૂર્વક સલાહ આપીએ છીએ કે જો ઈમર્જન્સીમાં જવુ જરૂરી હોય તો જ આ દેશોની મુલાકાત લો.