જાણવા જેવું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના વચગાળાના નેતા અહમદ અલ-શારા સાથે ગઈકાલે બુધવારે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ટ્રમ્પે સીરિયામાંથી પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરી હતી

અમેરિકા દ્વારા સીરિયા પરથી પ્રતિબંધ દૂર કરતાં સીરિયાનો નવો જન્મ થવાની અપેક્ષા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, અમારા માટે દાયકાઓથી ચાલી રહેલા સર્વનાશમાંથી ઉભરવાનું આ એક આશાનું કિરણ છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના વચગાળાના નેતા અહમદ અલ-શારા સાથે ગઈકાલે બુધવારે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ટ્રમ્પે સીરિયામાંથી પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ સીરિયામાં ખુશીનો માહોલ છવાયો છે.એક સમયે આતંકવાદી તરીકે જાહેર અહમદ અલ-શારા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. ઘણા દેશો અને મીડિયાએ આ મુલાકાતની ટીકા પણ કરી છે. પરંતુ સીરિયામાં આ મુલાકાતથી ખુશીનો માહોલ છવાયો છે. ગઈકાલે રાત્રે સીરિયામાં મોટી સંખ્યામાં લોકો માર્ગ પર ઉજવણી કરવા ઉતરી આવ્યા હતાં. લોકો નાચી રહ્યા રહ્યા હતા.

સીરિયાના એક સમયે દુશ્મન ગણાતુ અમેરિકા આ મુલાકાત બાદ અચાનક મિત્ર બની ગયુ છે. સીરિયાના લોકો ટ્રમ્પના વખાણ કરી રહ્યા છે. આ મુલાકાતથી એક ઝાટકે જ સીરિયામાં માહોલ બદલાઈ ગયો છે. સીરિયાના લોકો માને છે કે, અમેરિકાનો પ્રતિબંધ દૂર થયાં બાદ તેમના દેશમાં આર્થિક વિકાસ શક્ય બનશે. સીરિયા વિશ્વની અન્ય મુખ્યધારાની જેમ આગળ આવશે.

અમેરિકા દ્વારા સીરિયા પરથી પ્રતિબંધ દૂર કરતાં સીરિયાનો નવો જન્મ થવાની અપેક્ષા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, અમારા માટે દાયકાઓથી ચાલી રહેલા સર્વનાશમાંથી ઉભરવાનું આ એક આશાનું કિરણ છે. હવે અમારા દેશમાં રોકાણો આવશે. આર્થિક વિકાસના માર્ગો મોકળા બનશે.

અહમદ અલ શારાએ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ નિવેદન આપ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય ઐતિહાસિક અને અત્યંત સાહસી છે. હવે એક નવું અને આધુનિક સીરિયા ઉભુ થશે. આ તો સીરિયા માટે પુનર્જન્મ સમાન છે. સીરિયા લાંબા સમયથી ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કબજો કર્યો હતો. લાંબા સમયથી બશર અલ અસદ અને તેમના પરિવારનો તાનાશાહ રહ્યો. જેના લીધે સીરિયામાં 90 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. હવે વિકાસનું નવુ કિરણ ખીલશે.

બુધવારે ટ્રમ્પ અને અહમદ અલ શારા વચ્ચે સફળ બેઠક બાદ પ્રતિબંધો દૂર કરવાની જાહેરાતથી સીરિયાએ આખી રાત ઉજવણી કરી હતી. લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાં. ફટાંકડા અને ઝંડો લહેરાવતા ઝૂમી રહ્યા હતાં. દમિશ્કના પ્રચલિત ઉમ્મૈદ સ્ક્વેર પર હજારો લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button