કોવિડ રિટર્ન! હોંગકોંગ – સિંગાપુરમાં વાયરસના કેસમાં તિવ્ર ઉછાળો ; હોંગકોંગમાં કેટલાક મૃત્યુની પણ આશંકા : સિંગાપુરમાં અચાનક કેસ વધવા લાગ્યા ,
વાયરસ લોડ વધુ હોવાનું પણ દર્શાવાય છે. બીજી તરફ નાણાકીય પાટનગર જેવા સિંગાપુરમાં પણ આ સપ્તાહે કોવિડના કેસમાં 28 ટકાનો વધારો થયો છે અને 14,200 કેસ નોંધાયા છે.

ભારત સહિત વિશ્વમાં લગભગ ભુલાઇ ગયેલા કોવિડના વાયરલ ફરી એક વખત દેખાયા છે અને ખાસ કરીને ચાઇનાના અંકુશ હેઠળના હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં કોવિડ-19ના કેસ નોંધાતા જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અત્યંત ઘનિષ્ઠ આબાદી ધરાવતા હોંગકોંગ અને સિંગાપુરમાં ઓથોરીટીએ કોવિડ સામે એલર્ટ આપ્યું છે. હોંગકોંગના ચેપી રોગો બાબતોના સેન્ટરના વડા આલ્બર્ટ ઉએ જણાવ્યું હતું વાયરસની સક્રિયતા અત્યંત તિવ્ર નજરે ચડી રહી છે. અને તેથી સાવચેતી જરૂરી છે.
આ અંગેના લેવાયેલા સેમ્પલમાં કોવિડ-19ના વાયરસ હોવાનું પ્રમાણ મળ્યું છે. તા.3ના મેના રોજ રીપોર્ટમાં જણાવાયું છે કે વર્ષના સૌથી વધુ 31 કેસ એક સપ્તાહમાં નોંધાયા છે. અને તેમાં કેટલાક મૃત્યુ પણ થયા છે.
વાયરસ લોડ વધુ હોવાનું પણ દર્શાવાય છે. બીજી તરફ નાણાકીય પાટનગર જેવા સિંગાપુરમાં પણ આ સપ્તાહે કોવિડના કેસમાં 28 ટકાનો વધારો થયો છે અને 14,200 કેસ નોંધાયા છે. જોકે સુત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના કેસમાં વાયરસ લોડ ઓછો દર્શાવાયો હતો પરંતુ બાદમાં છેલ્લા કેસોમાં તે વધારે હોવાનું બહાર આવ્યું છે.