જાણવા જેવું
રાજકોટમાં આરોપીઓની ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.. 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા
ગુજરાતમાં હાલમાં ઘણા સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઘણા નામચીન ગુનેગારોના ઘરો પર પોલીસે બુલડોઝર ફેરવી દીધા છે.
રાજકોટમાં આરોપીઓની ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.. 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. મર્ડર, ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. કુલ 2610 ચોરસ મીટર જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને 6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા પર બુલડોઝર ચલાવી દેવાયું છે.
ગુજરાતમાં હાલમાં ઘણા સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઘણા નામચીન ગુનેગારોના ઘરો પર પોલીસે બુલડોઝર ફેરવી દીધા છે. .બુટલેગરો અને ગુનેગારોએ કાળી કમાણી કરીને ઉભી કરેલી મિલકતો તોડી પાડવામાં આવી રહી છે.
માત્ર રાજકોટ જ નહીં થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આ રીતે આરોપીઓ દ્વારા ગેરકાયદે કમાણીમાંથી ઉભી કરેલી મિલકતો તોડી પાડવામાં આવી હતી.
Poll not found



