ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 21 May 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો ,

 આજનું પંચાંગ

21 05 2025 બુધવાર, માસ વૈશાખ, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર શતતારા, યોગ વૈધૃતિ, કરણ તૈતિલ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) 


મેષ
અ , લ , ઇ
સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ

વૃષભ
ડ, હ
કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ, વિશિષ્ટ ખાનપાનનાં વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.

મિથુન
બ, વ, ઉ, એ
આજે સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહી શકે છે. પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યવૃદ્ધિનો યોગ. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. યાત્રાનો યોગ. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ

કર્ક
ક, છ, ઘ, હ
કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.

સિંહ
મ, ટ
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે

કન્યા
પ, ઠ, ણ, ટ
આજે દિવસ તમારા સન્માનમાં વૃદ્ધિ લઇને આવશે. તમારી વાતોને અન્ય લોકો સાથે શૅર કરવાનું ટાળો. શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે. સરળ સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે, પ્રિયજન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવરાવો.

તુલા
ન, ય
આજે દિવસ પ્રગતિ લઇને આવશે, કાર્યક્ષેત્રે કોઇ મોટાં પડકારનો સામનો કરવો પડશે. વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકના કરિયરને લગતી ચિંતા દૂર થશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો.

વૃશ્ચિક
ર, ત
કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું. સુખદ સંદેશાની પ્રાપ્તિથી ઉત્સાહમાં વૃદ્ધિનો યોગ છે. ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરા થવાની શક્યતા છે. અન આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.

ધન
ય, ધ, ફ, ભ
આજે નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો. કોઇને ઉધાર પૈસા આપવાથી બચો નહીં તો પરત મળવાની સંભાવના ઓછી છે. બિઝનેસમાં વરિષ્ઠ સભ્યોની મદદથી કોઇ નિર્ણય લેવો યોગ્ય રહેશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

મકર
ભ, જ, ખ, ગ
આજે દિવસ દરમિયાન આળસ રહેશે, તેમ છતાં તમારાં કામ પર ધ્યાન આપવાનું યથાવત રાખો નહીં તો પરેશાની આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળશે. કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી વ્યાવસાયિક સલાહ લઇ શકો છો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો

કુંભ
ગ, સ, શ, ષ, દ
આજે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. ભાગ્યવૃદ્ધિનો યોગ. નોકરી સંબંધિત કામના કારણે તમારે વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે

મીન
દ, ચ, ઝ, થ
આજે રોકાણ સંબંધિત યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો. વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કોઇ મિત્રના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે ચે. ખર્ચ પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો દરરોજ પાઠ કરો.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button