પાકમાં તોઈબાના ત્રાસવાદી આમીર હમ્ઝા પર ગોળીબાર : ગંભીર ઘાયલ ,
બે દિવસ પુર્વે અબુ સૈફુલ્લાહ ઠાર મરાયા બાદ વધુ એક ભારતનો વોન્ટેડ પણ નિશાન પર આવ્યો

ભારતના ઓપરેશન સિંદુરમાં જે રીતે પાક. કબ્જાના કાશ્મીરથી પાક.ના પંજાબ સુધીના ત્રાસવાદી મથકોને તબાહ કરી દેવાયા અને 100થી વધુ ત્રાસવાદીઓનો ખાત્મો કરાયો તેમાં જૈશ એ મોહમ્મદનું પુરુ કુટુંબ સાફ થઈ ગયું.
તે હુમલામાં પાકના લશ્કરે તોઈબાનો નંબર-ટુ આમીર હમ્ઝા બચી ગયો હતો પણ હવે તેના પર ગોળીબાર થયો છે અને ગંભીર રીતે ઘાયલ થતા લાહોરની હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. હમ્ઝા એ તોઈબાના હાફીસ સઈદનો ખાસ સાગ્રીત છે જેમ પાક.માં તોઈબાના ખાસ-ખાસ ગણાતા ત્રાસવાદીઓ રહસ્યમય રીતે ઠાર થઈ રહ્યા છે.
તેઓ હમ્ઝા હજું બચવામાં સફળ રહ્યો પણ ભારતની એરીયલ સ્ટ્રાઈકમાં તે નાસી છુટયો હતો પણ તેના પર અજાણ્યા લોકોએ ગોળીબાર કરતા અને તેને હવે લાહોરની એક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જયાં પણ પાક જાસૂસી એજન્સી આઈએસઆઈ તેને સુરક્ષા આપી રહી છે તે પાક પંજાબના ગુજરાનવાલા ત્રાસવાદી કેમ્પમાં હતો અને 2012માં અમેરિકાએ પણ તેને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો હતો.
પાકમાં હજુ ત્રણ દિવસ પુર્વે એક ટોચના ત્રાસવાદી સૈફુલ્લાહ ને અજાણ્યા શખ્સોએ ઠાર માર્યા પછી તોયબાને માટે નેતૃત્વની કટોકટી છે. એકલો હાફીસ સઈદ હવે ભારતના ખૌફથી બચવા સંતાતો ફરે છે.
આમીર હમ્ઝાએ અફઘાન મુજાહીદીન તરીકે ઓળખાય છે અને તે સઈદ ઉપરાંત અબ્દુલ રહેમાન મકકીનો સાગરીત છે. હમ્ઝા એ 2005માં બેંગ્લુરુની ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ પરના હુમલાનો તે આરોપી છે. 2018માં આમીર સઈદે જૈશ એ મનફઝાની રચના કરી હતી અને બાદમાં ફરી લશ્કરે તોઈબા સાથે જોડાઈ ગયો હતો.