અત્યાર સુધી વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની મંજુરી હતી હવે કરદાતા 4 વર્ષ સુધી ફાઈલ કરી શકશે અપડેટેડ આઈટી રિટર્ન
આ રીતે નાણાકીય વર્ષ 2024-25 એટલે કે એસેસમેન્ટ યર 2025-26 માટે ઓરીજીનલ રિટર્ન 31 જુલાઈ 2025 સુધી ફાઈલ કરી શકાય છે. મોડેથી રિટર્ન 31 ડિસેમ્બર 2025 સુધીમાં ફાઈલ થઈ શકે છે.
ઈન્કમટેકસ વિભાગ આઈટીઆર-યુને નોટિફાઈ કરી દીધો છે, તેનાથી કરદાતા કોઈ એસેસમેન્ટ યર માટે અપડેટેડ રિટર્ન એ વર્ષના અંતને લઈને 4 વર્ષમાં ફાઈલ કરી શકે છે.
અત્યાર સુધી 24 મહિનામાં જ અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની મંજુરી હતી, જો કે આ વર્ષના બજેટમાં આઈટીઆર-યુ ફાઈલ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેના મુજબ આઈટીઆર-યુને નોટિફાઈ કરવામાં આવ્યો છે.
આ રીતે નાણાકીય વર્ષ 2024-25 એટલે કે એસેસમેન્ટ યર 2025-26 માટે ઓરીજીનલ રિટર્ન 31 જુલાઈ 2025 સુધી ફાઈલ કરી શકાય છે. મોડેથી રિટર્ન 31 ડિસેમ્બર 2025 સુધીમાં ફાઈલ થઈ શકે છે.
જયારે આમ ન થઈ શકે તો પણ અપડેટેડ રિટર્ન 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2030 સુધીમાં કયારેય પણ ફાઈલ થઈ શકે છે. સંબંધીત એસેસમેંટ પરના અંતરથી 12 મહિનામાં આઈટીઆર-યુ ફાઈલ કરવા પર 25 ટકા વધારાનો ટેકસ અને 24 મહિનામાં ફાઈલ કરવા પર 50 ટકા વધારાનો ટેકસ ચૂકવવો પડશે. 36 મહિનામાં આઈટીઆર-યુ ફાઈલ કરવા પર 60 ટકા અને ત્યારબાદ 48 મહિનામાં ફાઈલ કરવા પર 70 ટકા વધારાનો ટેકસ આપવો પડશે.
જો સંબંધીત એસેસમેન્ટ યરમાં ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યુ હોય અને આઈટીઆર-યુ ફાઈલ કરવાનું હોય તો કરદાતાએ ઓરિજીનલ આઈટીઆરનો એકનોલેજમેન્ટ નંબર ઉપલબ્ધ કરાવવો પડશે.
આઈટીઆર-યુ એવી સ્થિતિમાં ફાઈલ કરવામાં આવી શકે છે. જયારે ઈન્કમની સાચી જાણકારી આપવામાં ન આવી હોય. પહેલા આઈટીઆર ફાઈલ ન કરવામાં આવ્યા હોય અને ખોટા ઈન્કમ હેડસ કે ખોટા ટેકસ રેટ પસંદ કરવામાં આવ્યા હોય.
આઈટીઆર-યુ જો કે ત્યારે ફાઈલ નથી કરી શકાતા. જયારે તેને લઈને ઈન્કમ ઘટતી જોવા મળતી રહી હોય કે ઈન્કમટેકસ રિફંડ કલેમ કરવામાં આવી રહ્યો હોય.



