સિંધ જળ સમજુતી સ્થગિત કરતા અસર દેખાવા લાગી ; સમગ્ર સિંધ પ્રાંતમાં પાણીની તંગી : પંજાબ ભણી જતા માર્ગો પર લોકોનો ચકકાજામ ,
કરાંચીમાં કેટલી પોલીસ ગાડીઓને આગ લગાડવામાં આવી હતી. લોકો ખાનગી હથિયાર લઇને રોડ પર હવામાં ગોળીબાર કરતા જોવા મળ્યા છે અને કરાંચીના ગુલશન-એ-હદેદ રોડ પર તો પોલીસ અને દેખાવકારો વચ્ચે જબરી અથડામણ થઇ હતી.

પહેલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાનમાં પાણીનો દેકારો બલવાનું શરૂ થઇ ગયું છે. અને ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના સૌથી મોટા શહેર કરાંચીમાં પાણી માટે લોકો સડક પર ઉતરી આવ્યા છે અને દેખાવકારો સાથે પોલીસને જબરી અથડામણ શરૂ થઇ ગઇ છે.
કરાંચી પોલીસે લોકોને અંકુશમાં લેવા માટે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પાણી માટે વલખી રહેલા કરાંચીના લાખો લોકો હવે સરકાર સામે આંદોલન શરૂ કરી દીધુ છે.
કરાંચીમાં કેટલી પોલીસ ગાડીઓને આગ લગાડવામાં આવી હતી. લોકો ખાનગી હથિયાર લઇને રોડ પર હવામાં ગોળીબાર કરતા જોવા મળ્યા છે અને કરાંચીના ગુલશન-એ-હદેદ રોડ પર તો પોલીસ અને દેખાવકારો વચ્ચે જબરી અથડામણ થઇ હતી. પોલીસને તેથી લાઠી ચાર્જનો ઉપયોગ કરવો પડયો હતો.
લોકો પાણી માટે અંદરોઅંદર બાજી રહ્યા છે. કરાંચી થઇ ને પાકિસ્તાનના પંજાબ તરફ જતા માર્ગ પર લોકોએ ચકકાજામ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતારો સર્જાઇ ગઇ છે અને તેના કારણે પંજાબમાં પણ હવે તેની અસર દેખાવા લાગી છે. ભારતે સિંધુ નદીનું પાણી રોકતા જ પાકિસ્તાન માટે જબરી પરિસ્થિતિ ઉભી થઇ છે.
પાકિસ્તાનના કરાંચીથી લઇને છેક ઇસ્લામાબાદ સુધી પાણીની સમસ્યાઓ સર્જાય તેવી શકયતાઓ છે. અગાઉ જ પંજાબ અને સિંધ વચ્ચે પાણી મુદે વિખવાદ હતો. સિંધુ નદીથી પંજાબ તરફ જતી નહેરોમાં કોઇ વધારો કરવાની સામે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના બિલાવલ ભુટ્ટોએ વિરોધ કર્યો છે.
તેના કારણે શાહબાઝ અને ભુટ્ટોનો પક્ષ સામે સામે આવી ગયો છે. શાહબાઝની પાકિસ્તાન મુસ્લિમ લીગએ પંજાબ ઉપર પ્રભુત્વ ધરાવે છે. જયારે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સિંધ પ્રાંત પર રાજકીય વર્ચસ્વ ધરાવે છે.
પાકમાં વધુ જો લાંબો સમય આ પરિસ્થિતિ રહે તો હાઇડ્રો પાવર પ્રોજેકટમાં પણ મુશ્કેલી સર્જાઇ શકે તેવી શકયતાઓ દેખાઇ રહી છે અને પાણીની સાથે વીજળીનો આંચકો પણ લાગી શકે છે. ભારતે ચિનાબ, જેલમ અને સિંધુ નદીના પ્રોજેકટ પર કામ ઝડપી બનાવ્યું છે. નવા ડેમ અને નહેરોથી પાકિસ્તાનમાં ખેતી અને વીજળી પર 80 ટકા અસર થશે.
પાકિસ્તાનના કરાંચી શહેરમાં પાણીની તંગીએ હવે જબરી મુશ્કેલી સર્જી છે અને ઝી ન્યુઝના અહેવાલ મુજબ કરાંચીમાં પોલીસે તોફાની ટોળાને વિખેરવા ગોળીબાર પણ કરવો પડયો છે. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ એક તરફ સિંધ પ્રાંતમાં ભારે ગરમી છે અને લોકો પાણી માટે તરસી રહ્યા છે તે સમયે આ સ્થિતિ સર્જાઇ છે.