ગુરુવારે સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો અને ગુરુવારે સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા. અગાઉ ત્રણ દિવસના સતત ઘટાડા પછી બજાર આખરે બુધવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું ,
અગાઉ ત્રણ દિવસના સતત ઘટાડા પછી બજાર આખરે બુધવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું.

શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો (Stock Market Crash) જોવા મળ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજારોમાં આવેલી અંધાધૂંધીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ રેડ ઝોનમાં ખુલ્યો અને થોડી જ વારમાં 700 પોઈન્ટનો ઘટાડો થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 209 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. અગાઉ બુધવારે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત વધારા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ અને BSE ઇન્ડેક્સ સેન્સેક્સ 81323.05 પર ખુલ્યો. જે તેના અગાઉના બંધ 81596.63 થી નીચે ગયો અને પછી થોડીવારમાં અચાનક 757 પોઈન્ટ ઘટીને 80839 ના સ્તરે પહોંચી ગયો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ તેના અગાઉના બંધ 24813.45 ની સરખામણીમાં 24,733.95 પર ખુલ્યો અને ટ્રેડિંગની થોડી મિનિટોમાં, તે 230.50 પોઈન્ટ ઘટીને 24,574 પર ટ્રેડ થયો.
બજારમાંભારે ઘટાડા વચ્ચે ટેક મહિન્દ્રા શેર (2.50%), પાવરગ્રીડ શેર (2.14%), HCL ટેક શેર (2%) અને ઇન્ફોસિસ શેર જેવી લાર્જ-કેપ કંપનીઓમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. મિડકેપ કંપનીઓમાં, ઓઇલ ઇન્ડિયા શેર (4%), અશોક લેલેન્ડ શેર (2.50%), ડિક્સન શેર (2.40%), યુનો મિન્ડા શેર (2.38%) અને ઇમામી લિમિટેડ શેર (2%) નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો પારસ કેબલ્સ શેરમાં આવ્યો, જે ખુલતાની સાથે જ 10 ટકા ઘટ્યો.