ગુજરાત

જિ.પંચાયતથી મહાત્મા મંદિર સુધી PM મોદીનો રોડ શો શરૂ, તિરંગા અને બેનર સાથે ઉમટ્યા લોકો ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે 50 હજારથી પણ વધુ વ્યક્તિના જનસમુહને અંકુશમાં રાખવો એ વહિવટી તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે.

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહિવટી તંત્ર ઉપરાંત હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા લોકોને ભેગા કરીને સેન્ટ્રલ વિસ્ટા કે જયાં રોડ શો છે ત્યાં લાવવાની જવાબદારી લેવામા આવી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં આવવાના છે તેવી સ્થિતિમાં અહીં 50 હજારથી પણ વધુ લોકો ઉમટશે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ વડાપ્રધાનના રોડ શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને સોમવારે મોડી સાંજ સુધી શુસોભન સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે 50 હજારથી પણ વધુ વ્યક્તિના જનસમુહને અંકુશમાં રાખવો એ વહિવટી તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાના વોર્ડ તથા ગામોમાંથી વહિવટી તંત્ર ઉપરાંત પદાદિકારી-હોદ્દેદારો લોકોને સેન્ટ્રલ વિસ્ટા કે જ્યાં રોડ શો છે ત્યાં સુધી લાવશે. અને અહીં 50 જેટલા બ્લોક રાખવામાં આવ્યા છે જ્યાં આ લોકો ઉભા રહીને વડાપ્રધાનને આવકારી શકશે.

ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે મહાત્મા મંદિર જવા રવાના થશે. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પણ રોડ શો કરવાના છે તે જગ્યાને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો છે. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો છે તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા છે. રોડ શોને લઈને સેન્ટ્રલ વિસ્ટાનો માર્ગ આજે બંધ રહેશે તથા મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્થ, રાજભવન જતા તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ વિસ્તારને નો ડ્રોન પણ જાહેર કરીને તેનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.

ગાંધીનગરમાં વડાપ્ર્ધાનનો રોડ શો છે ત્યારે આ રોડ શોને સફળ બનાવવા માટે સ્થાનિક પદાધિકારીઓ અને હોદ્દેદારો સહિત વહિવટી તંત્ર પણ કામે લાગ્યું છે. સલામતી ઉપરાંત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે પદાધિકારીઓ અને અધિકારીઓએ રોડ શોના આ રૂટ ઉપર વોક શું કર્યું હતું અને નાનામાં નાની બાબતની સમીક્ષા કરીને નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારે આયોજન કરવા માટે એકમત થયા હતા. ગાંધીનગરના પ્રભારી મંત્રીએ પણ કલેક્ટર, પોલીસવડા તથા કમિશનરને સાથે રાખીને આ રૂટ ઉપર વોક થ્રુ ર્યું હતું અને તમામ વ્યવસ્થાની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કરશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
News Click 24

Poll not found

Related Articles

Back to top button