હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે.

ગુજરાતમાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી,. તેથી હાલ તે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ રૂપે વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે.
28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે.સ
અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
અન્ય રાજ્યના વેધરની વાત કરીએ તો કેરળના કન્નૂરમાં આંધી સાથે મૂશળધાર વરસાદથી ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી થતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો.તેલંગાણામાં પણ મૂશળધાર વરસાદે ઠંડક પ્રસરી દીધી. હૈદરાબાદ શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ગરમી અને વરસાદ બંને વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પશ્ચિમ ભાગોમાં લોકો બફારો અને ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પૂર્વી યુપીના કેટલાક જિલ્લાઓમાં આજે (28 મે) વરસાદ ચાલુ રહેશે. જેના કારણે અહીં હવામાન ખુશનુમા છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે. 29 જૂનથી ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે, જ્યારે પશ્ચિમ યુપીમાં પારો ઘટવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની શક્યતા છે. બાકીના ભાગોમાં આજે હવામાન શુષ્ક રહેશે. પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમય દરમિયાન, કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 30 મેના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં 2 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે.