ભારત

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી લેટેસ્ટ આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે ,

હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારો સિવાય સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી લેટેસ્ટ આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં સરેરાશ કરતાં 106  ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે. આ અંદાજ એપ્રિલમાં કરવામાં આવેલા અનુમાન કરતા વધારે છે. ભારતમાં લાંબા ગાળાનો સરેરાશ વરસાદ 868.6 મીમી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2025 માં ચોમાસાની ઋતુ (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારો સિવાય સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. IMD જૂનના છેલ્લા અઠવાડિયામાં જુલાઈ મહિનાના વરસાદની આગાહી જાહેર કરશે.

દક્ષિણપશ્ચિમ ચોમાસુ એક અઠવાડિયા પહેલા 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. દક્ષિણપશ્ચિમ ચોમાસાની સામાન્ય શરૂઆત 1 જૂન છે. આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસુ પહોંચી શકે છે. આ સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચોમાસુ બે વાર વહેલું પહોંચ્યું છે – 2022 અને 2024. IMD ના ડેટા અનુસાર, 2022 અને 2024 માં ચોમાસાની શરૂઆત 29 મે અને 30 મે ના રોજ થઈ હતી. સામાન્ય કરતાં વધુ ચોમાસાના વરસાદથી ખેડૂતોને આ ખરીફ સિઝનમાં વધુ પાક વાવવામાં મદદ મળે છે, જે એકંદર કૃષિ ક્ષેત્ર માટે સારું છે. લાખો ભારતીયો માટે ખેતી એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે.

27 મે થી 1 જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં 40  થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.

સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં પહોંચી ગયું. તે એક કે બે દિવસમાં આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ તેલંગાણા, મિઝોરમના બાકીના ભાગો, સમગ્ર ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં સમય પહેલા પહોંચી ગયું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button