સિંગાપોર, હોંગકોંગ, ભારત સહિતના દેશોમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાનો કહેર : દર સપ્તાહે 350 લોકોના મોત ,
અમેરિકી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેસનના રીપોર્ટ પ્રમાણે અમેરિકામાં કોરોનાથી દર અઠવાડિયે 3પ0 લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ અનેક દેશોમાં ગંભીર રીતે વધી રહ્યું છે અને તેના નવા વેરીએન્ટથી સંક્રમણમાં ઉછાળો છે.
સિંગાપોર, હોંગકોંગ, ભારત સહિતના દેશોમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે અમેરિકામાં પણ આ મહામારી ચિંતાજનક રીતે વકરી છે અને દર અઠવાડિયે 350 થી વધુ લોકોના મોત થઇ રહ્યા હોવાનું સનસનીખેજ રીપોર્ટ જારી થયો છે.
અમેરિકી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેસનના રીપોર્ટ પ્રમાણે અમેરિકામાં કોરોનાથી દર અઠવાડિયે 3પ0 લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ અનેક દેશોમાં ગંભીર રીતે વધી રહ્યું છે અને તેના નવા વેરીએન્ટથી સંક્રમણમાં ઉછાળો છે.
એજન્સીના રીપોર્ટ પ્રમાણે એપ્રિલ-2025માં ચાર અઠવાડિયા દરમ્યાન દર સપ્તાહે સરેરાશ 350 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં 406, બીજા સપ્તાહમાં 353, ત્રીજા સપ્તાહમાં 368, ચોથા સપ્તાહમાં 306 લોકોએ જાન ગુમાવ્યા હતા.
અમેરિકી તબીબી જોકે એવો દાવો કર્યો હતો કે 2019-20ની સરખામણીએ સ્થિતિ ગંભીર નથી. જોકે વધતો મૃત્યુઆંક એવું સૂચવે છે કે કોરોના ગંભીર સ્વરૂપ પકડી રહ્યો છે અને તેમની જીવલેણ અસર થઇ રહી છે.
આ પાછળનું કારણ કોરોનાની રસીમાં કોઇ સુધારો ન થયાનું તથા લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધુ નબળાઇ આવ્યાનું માની શકાય છે. રીપોર્ટ પ્રમાણે 2024-25 દરમ્યાન માત્ર 23 ટકા લોકોએ જ કોરોનાની અપડેટેડ રસી લીધી હતી.