ગુજરાત
દાહોદના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજયના મંત્રી બચુ ખાબડના બન્ને પુત્ર ના દાહોદ કોર્ટે જામીન આપ્યા ,
જો કે બચુ ખાબડનું મંત્રીપદ હજુ સલામત : આજે કેબીનેટમાં હાજરી આપી નથી

દાહોદના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજયના મંત્રી બચુ ખાબડના બન્ને પુત્ર છે. બળવંત અને કિરણ ખાબડને આજે દાહોદ કોર્ટે જામીન આપ્યા છે.
દાહોદમાં મનરેગાના કામમાં બોગસ બિલ બનાવીને કાગળ પર કામો દર્શાવીને રૂા.71 કરોડની ઉચાપત જેવા કૌભાંડના સૂત્રધાર તરીકે મંત્રી પુત્રોના નામ ખુલ્યા હતા અને બન્નેની ધરપકડ થઈ હતી. જેમાં આજે જામીન મળ્યા છે.
બીજી તરફ પુત્રોના ભ્રષ્ટાચારની અને જેલવાસ છતા પણ હજુ બચુ ખાબડ મંત્રીપદે સલામત છે. જો કે તેઓ આજે કેબીનેટની બેઠકમાં હાજર રહ્યા ન હતા. હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દાહોદ મુલાકાત સમયે પણ તમોને મંચ પર સ્થાન ન હતુ અને કાર્યક્રમમાં પણ ભાગ્યે જ નજરે ચડયા હતા. હવે તેમનું રાજીનામું કયારે લેવાય છે તતેના પર સૌની નજર છે.
Poll not found