આઈપીએલનાં ફાઈનલ જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તે સમયે ; અમદાવાદમાં એસ.પી. રિંગરોડ પરની જીનીવા લીબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ,
આજે જ અનેક મહાનુભાવો પણ સ્ટેડીયમમાં હાજર હશે અને ક્રિકેટ જંગનો ફીવર અમદાવાદ પર છે તે સમયે જ અહીની ડીઈઓ કચેરીને મળેલા એક ઈ-મેલમાં જીનીવા લીબરલ સ્કુલને બોમ્બથી ગમે તે સમયે ઉડાવી દેવાશે તેવી ધમકી ભર્યા ઈ-મેલ મળ્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આજે આઈપીએલનાં ફાઈનલ જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તે સમયે જ ફરી એક વખત આ મહાનગરમાં આતંકી પડછાયો જોવા મળ્યો છે.
અમદાવાદમાં એસ.પી. રિંગરોડ પરની જીનીવા લીબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તંત્ર દોડતુ થયુ છે. એક તરફ અમદાવાદમાં આઈપીએલ માટે પોલીસ બંદોબસ્તમાં વધારાની સુરક્ષા લાદવામાં આવી છે.
આજે જ અનેક મહાનુભાવો પણ સ્ટેડીયમમાં હાજર હશે અને ક્રિકેટ જંગનો ફીવર અમદાવાદ પર છે તે સમયે જ અહીની ડીઈઓ કચેરીને મળેલા એક ઈ-મેલમાં જીનીવા લીબરલ સ્કુલને બોમ્બથી ગમે તે સમયે ઉડાવી દેવાશે તેવી ધમકી ભર્યા ઈ-મેલ મળ્યો હતો. જેથી ડીઈઓએ તુર્તજ પોલીસને જાણ કરતા જ શાળા ઈમારતની ચકાસણી થઈ હતી.
આ ઈમેલમાં એક દુષ્કર્મના કેસમાં પોલીસ યોગ્ય તપાસ કરી રહી નથી તેથી આ બોમ્બ વિસ્ફોટ કરાશે તેવી ધમકી અપાઈ હતી તથા રેપકેસમાં દિવિજ નામના એક વ્યક્તિનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે હવે તે દિશામાં તપાસ કરી છે.