પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પર કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણી ; શું મોદીના નામે સિંદુર લગાવશે ?
ભાજપના પંજાબ પ્રવક્તા પ્રીતિપાલ સિંહ બાલીવાલે માનના નિવેદનને અસંવેદનશીલ અને શરમજનક ગણાવ્યું છે. સીએમ માનએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું, ‘શું તમે મોદીના નામે સિંદૂર લગાવશો?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પર કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપના પંજાબ પ્રવક્તા પ્રીતિપાલ સિંહ બાલીવાલે માનના નિવેદનને અસંવેદનશીલ અને શરમજનક ગણાવ્યું છે. સીએમ માનએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું, ‘શું તમે મોદીના નામે સિંદૂર લગાવશો?
શું આ એક રાષ્ટ્ર, એક પતિ યોજના છે?’ ભાજપે તેને ભારતીય સેના અને વીર નારીઓનું અપમાન ગણાવ્યું છે. ઉપરાંત, તેમણે માન પાસેથી તાત્કાલિક રાજીનામું અને માફીની પણ માંગ કરી છે.
પ્રીતિપાલ સિંહ બાલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સીએમ માનના નિવેદનનો વીડિયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યાઓનો જવાબ આપવાનો હતો, તેમને તેમની ધાર્મિક ઓળખ, જેમ કે સિંદૂરના આધારે નિશાન બનાવવાનો હતો.
તેમણે કહ્યું કે, આ ઓપરેશન આતંકવાદ, શહીદી અને ભારતીય નાગરિકોની સુરક્ષા સાથે સંબંધિત હતું, પરંતુ માનએ તેની મજાક બનાવીને સેના અને પવિત્ર પ્રતીકોનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે સીએમ માન સિંદૂરનું મહત્વ સમજતા નથી અને તેમણે તેને હળવાશથી લઈને દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ ભગવંત માનની ટિપ્પણીની નિંદા કરી છે. તેમણે તેને ભારતીય સશસ્ત્ર દળો અને સફળ લશ્કરી કાર્યવાહીનું અપમાન ગણાવ્યું છે.
વિપક્ષ વારંવાર તેની ભારત વિરોધી માનસિકતાનો પર્દાફાશ કરે છે. સીએમ માન પોતાના નિવેદન માટે આખા દેશની માફી માંગે અને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે.