જાણવા જેવું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ વેલ્યુએશનમાં સોનાની તેજીને કારણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રિઝર્વ બેંક પાસે 879.58 ટનનો સ્ટોક : એક વર્ષમાં 57.48 ટનની ખરીદી કરી

દેશની મધ્યસ્થ બેન્ક એવી છે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ વેલ્યુએશનમાં સોનાની તેજીને કારણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ તેના સોનાના સ્ટોકમાં આક્રમક વધારો કર્યો છે.

તેથી તેને 2024-25માં સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાનો કાયદો થયો છે. તેના સોનાના ભંડારના પુનર્મૂલ્યાંકનથી ગયા નાણાકીય વર્ષમાં બેલેન્સ શીટમાં લગભગ રૂ.1.94 લાખ કરોડનું યોગદાન મળ્યું હતું.

રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 57.48 ટન સોનાની ખરીદી કરી હતી, જેનાથી 31 માર્ચ, 2025ના રોજ તેનો કુલ સોનાનો ભંડાર 879.58 ટન થયો, જે એક વર્ષ અગાઉ 822.10 ટન હતો.

આમાંથી, 54.13 ટન બેંકિંગ વિભાગની સંપત્તિ તરીકે રાખવામાં આવેલા સોનામાં અને બાકીનું નોટ ઈશ્યૂ સેગમેન્ટ તરીકે ઉમેરવામાં આવ્યું હતું. બેંકિંગ વિભાગ દ્વારા રાખવામાં આવેલા સોનાના મૂલ્યમાં વર્ષ દરમિયાન 57 ટકાનો વધારો થયો.

(રૂ. 2.74 લાખ કરોડથી રૂ.4.31 લાખ કરોડ) થયો, જે ફક્ત સોનાના ભૌતિક ઉમેરાથી જ નહીં, પરંતુ સોનાના ભાવમાં ફેરફાર અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનથી પણ મદદ મળી હતી. નોટ ઈશ્યૂ કરવાના હેતુસર રાખવામાં આવેલા સોનાનું મૂલ્ય પણ નોંધપાત્ર રીતે 43 ટકા વધ્યું, જે 2023-24માં રૂ.1.64 લાખ કરોડ હતું જે 2024-25માં 4-25માં રૂ.2.36 લાખ કરોડ થયું.

આરબીઆઈ દ્વારા રાખવામાં આવેલા સોનાના મૂલ્યમાં એકંદર વધારો રૂ.2.29 લાખ કરોડ થયો છે. જો આપણે વર્ષ દરમિયાન ખરીદેલા સોનાનું સરેરાશ મૂલ્ય રૂ.650 કરોડ પ્રતિ ટન ધારીએ, તો નાણાકીય વર્ષ 25માં આરબીઆઈ દ્વારા ખરીદેલા સોનાનું મુલ્ય રૂ.35,184 કરોડ થશે. આનો અર્થ એ થયો કે આરબીઆઈના અનામતમાં રાખવામાં આવેલા સોનાનું પુનર્મૂલ્યાંકન રૂ.1.94 લાખ કરોડ થયું છે.

નાણાકીય વર્ષ 24-25માં આરબીઆઈની બેલેન્સ શીટમાં સુધારામાં સોનાના પુનર્મૂલ્યાંકનથી નોંધપાત્ર કાળો મળ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની બેલેન્સ શીટનું કદ રૂ.5.77 લાખ કરોડ વધ્યું હતું, જે 31 માર્ચ, 2024 ના રોજ રૂ. 70.44 લાખ કરોડથી 8.20 ટકાનો વધારો દર્શાવે છે જે 31 માર્ચ, 2025 ના રોજ રૂ.76.25 લાખ કરોડ થયું છે.

રિઝર્વ બેન્ક ની બેલેન્સ શીટમાં લગભગ 33 ટકા વધારો સોનાના મૂલ્યમાં વધારાને કારણે થયો હતો.. વાર્ષિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સંપત્તિ બાજુમાં વધારો સોના, સ્થાનિક રોકાણો અને વિદેશી રોકાણોમાં અનુક્રમે 52.09 ટકા, 14.32 ટકા અને 1.70 ટકાનો વધારાને કારણે થયો હતો.

સ્થાનિક રોકાણમાં થયેલા વધારાએ બેલેન્સ શીટના વિસ્તરણમાં રૂ.1.95 લાખ કરોડનું યોગદાન આપ્યું હતું, બાકીનો હિસ્સો લોન અને એડવાન્સિસ અને અન્ય વિદેશી રોકાણોનો હતો.

રિઝર્વ બેન્ક દ્વારા તબક્કાવાર સોનાની ખરીદી કરવામાં આવી રહી હોવાથી તેનો ફાયદો વિતેલા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર રીતે જોવા મળ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button