રાજ્યમાં ફરી એકવાર નકલીની બોલબાલા શરૂ ; ગ્રામ્ય SP ઓફિસમાં રોલા પાડવા ગયેલા નકલી અધિકારીઓ ભરાઈ ગયા, શંકા જતા આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું
આ ઇસમો નેશનલ ઈન્વેસ્ટિગેશન કમિશનના નામે સીન સપાટા કરતા હતા. જોકે શંકા જતા આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે.

રાજ્યમાં ફરી એકવાર નકલીની બોલબાલા શરૂ થઈ છે. વાસ્તવમાં અમદાવાદમાં 4 નકલી ઓફિસર ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદમાં ગ્રામ્ય SP ઓફિસમાં રોલા પાડવા ગયેલા નકલી અધિકારીઓનો ભાંડા ફોડ થયો છે. આ ઇસમો નેશનલ ઈન્વેસ્ટિગેશન કમિશનના નામે સીન સપાટા કરતા હતા. જોકે શંકા જતા આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આ લોકોના આઈડી કાર્ડમાં પણ મિનિસ્ટ્રી ઓફ MSME અને ભારત સરકારનો લોગો જોવા મળ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસમાં રોલા પાડવા ગયેલા 4 ઇસમો બરાબરના ભેરવાઈ ગયા છે. વાસ્તવમાં આ 4 ઇસમો નેશનલ ઈન્વેસ્ટિગેશન કમિશનના નામે સીન સપાટા કરવા અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસમાં ગયા હતા. જોકે શંકા જતા આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ઇસમો ફ્રોડ હોવાનું અને નકલી નેશનલ ઈન્વેસ્ટિગેશન કમિશનના અધિકારી બની સીન સપાટા કરતાં હોવાનું ખૂલ્યું છે. આ લોકો પાસેથી મળેલ IDકાર્ડમાં અશોક સ્તંભ સહિતના રાષ્ટ્રીય ચિહ્નોનો ઉપયોગ કરાયો હતો.
આ સાથે આ 4 ઇસમોના ID કાર્ડમાંઆ મિનિસ્ટ્રી ઓફ MSME અને ભારત સરકારનો લોગો જોવા મળ્યો હતો. આ લોકોએ જોઈન્ટ ડિરેક્ટર, નેશનલ ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ જેવા હોદ્દાઓ ધારણ કર્યા હતા. જોકે અમદાવાદમાં ગ્રામ્ય SP ઓફિસમાં રોલા પાડવા જતાં ખુલાસો થતાં હવે આ લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.