ગુજરાત

અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ, કોરોના વાયરસના કેસો સતત વધવાની વચ્ચે હવે કોરોના સંક્રમણ રોકવું ખૂબ જરૂરી બન્યું

મેટ્રો સિટી અમદાવાદમાં હવે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો સતત વધવાની વચ્ચે હવે કોરોના સંક્રમણ રોકવું ખૂબ જરૂરી બન્યું છે.

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારાની વચ્ચે હવે અમદાવાદીઓએ ખૂબ જ સાચવવાની જરૂર છે. વાસ્તવમાં મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. વિગતો મુજબ હાલ હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

મેટ્રો સિટી અમદાવાદમાં હવે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો સતત વધવાની વચ્ચે હવે કોરોના સંક્રમણ રોકવું ખૂબ જરૂરી બન્યું છે. અમદાવાદમાં દરરોજ ડબલ આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાંઆ 70 કેસો સામે આવ્યા છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે.

અમદાવાદમાં હવે કોરોના કેસો વધી રહ્યા હોવાની વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્યઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ વધી રહ્યું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ સુરતમાં પણ હવે કોરોના કેસો સતત વધી રહ્યા છે. વાસ્તવમાં સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ ક્રમમાં હવે સુરતના પાલ વિસ્તારમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. પ્રાથમિક વિગતો મુજબ મુંબઇથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી બે દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. આ સાથે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર અપાઇ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button