રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના નવા 7 કેસ નોંધાતા આજે મહાપાલિકાએ તે જાહેર કર્યા હતા. આ સાથે જ રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 68 પર પહોંચ્યો છે,
રેસકોર્સ, મારૂતિનગર, અંબિકા ટાઉનશીપ, ભકિતધર, ગણેશ પાર્ક, રાજહંસ સોસાયટી સામેલ : બે વૃધ્ધ પણ હોમ આઇસોલેશનમાં

રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના નવા 7 કેસ નોંધાતા આજે મહાપાલિકાએ તે જાહેર કર્યા હતા. આ સાથે જ રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 68 પર પહોંચ્યો છે, તો તે પૈકી 25 દર્દીઓ સ્વસ્થ પણ થઇ ચૂકયા છે. હાલ 43 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
વોર્ડ નં.2માં રેસકોર્સ રોડ પર રહેતા 5 વર્ષના પુરૂષ અને મારૂતિનગરમાં રહેતા 83 વર્ષના વૃધ્ધને કોરોના સંક્રમણ થયું છે. તો ફરી વોર્ડ નં.8ના બે વિસ્તાર ભકિતધર સોસાયટીમાં 80 વર્ષના વૃધ્ધ તથા રાજન સોસાયટીના 30 વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.
આ પૈકી મારૂતિનગરના વૃધ્ધ ધરમપુર અને રાજન સોસાયટીના યુવાન રાજસ્થાનથી પરત ફર્યા હતા. તો રેસકોર્સ રોડના પુરૂષ અમદાવાદ ગયા હતા. વોર્ડ નં.3માં સંતોષીનગરમાં રહેતા 24 વર્ષના યુવાન, વોર્ડ નં.9માં ગણેશ પાર્કમાં રહેતા 35 વર્ષના યુવાન અને વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં રહેતા 63 વર્ષના મહિલાને કોરોનાનો ચેપ લાગવાથી તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ મહિલા નાથદ્વારા ગયા હતા.
આ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને કોઇને દાખલ થવાની જરૂર પડી નથી. તમામે વેકસીનના બે થી ત્રણ ડોઝ લીધા હતા. રાજકોટમાં તા. 19-5થી ગઇકાલ સુધીમાં કુલ 68 કેસ નોંધાયા છે અને તે પૈકી રપ સાજા પણ થઇ ગયા છે.
કોરોનાના નવા 7 કેસની વિગત
– વોર્ડ નં.2, મારૂતિનગર, પુરૂષ 83 વર્ષ (ધરમપુર પ્રવાસ)
– વોર્ડ નં.11, અંબિકા ટાઉનશીપ, મહિલા 63 વર્ષ (નાથદ્વારા પ્રવાસ)
– વોર્ડ નં.9, ગણેશ પાર્ક, પુરૂષ 35 વર્ષ
– વોર્ડ નં.3, સંતોષીનગર, પુરૂષ 24 વર્ષ
– વોર્ડ નં.8, ભકિતધર સોસાયટી, પુરૂષ 80 વર્ષ
– વોર્ડ નં.8, રાજહંસ સોસાયટી, પુરૂષ 30 વર્ષ (રાજસ્થાન પ્રવાસ)
– વોર્ડ નં.2, રેસકોર્સ રોડ, પુરૂષ 45 વર્ષ (અમદાવાદ પ્રવાસ)