આગામી વર્ષથી શરૂ થનાર કવાયતના આંકડા 2029ની લોકસભા ચૂંટણી પુર્વે નહી મળે ફકત જાતિગણના થશે
રાજયોમાં ઓબીસીમાં અલગ-અલગ જાતિઓનો સમાવેશ થતો હોવાથી એક ચિત્ર બનાવવુ મુશ્કેલ

મુસ્લિમ સહિતના વર્ગે જાતિ જણાવવી પડશે : 2029ના અંતે જાતિ – વસ્તી ગણતરીના ચિત્ર મળશે ,
દેશમાં જાતિ જનગણના અને વસતિ ગણતરીનો એક કાર્યક્રમ જાહેર થયો છે અને આગામી વર્ષથી તે કવાયત શરૂ થશે તે સમયે એ નિશ્ચિત થયું છે કે ફકત જાતિ જનગણના થશે પણ તેના આધારે ઓબીસી કે અન્ય વર્ગના આંચકા બહાર આવશે નહી.
સરકારે આ માટે એક ગાઈડલાઈન નિશ્ચિત કરી છે. જે મુજબ હિન્દુ-મુસ્લીમ સહિત તમામ સમુદાયને તેની જાતિ પૂછાશે અને આ માટે એક વર્ગીકરણ કરીને દેશમાં જેટલી જાતિ છે તે મુજબ તેના આંકડા નિશ્ચિત થશે. આ સમગ્ર પ્રક્રિયા ડિજીટલી થનાર છે અને તેમાં મુસ્લીમોને પણ તેની જાતિ કહેવી પડશે.
આજ પદ્ધતિ અન્ય વર્ગને પણ લાગુ પડશે. જાતિ જનગણનાનો મુખ્ય હેતુ દેશમાં જે રીતે અલગ અલગ જાતિઓ છે તેનો ખરેખર સંખ્યા અને તેના આધારે તેને મળતા લાભો નિશ્ચિત કરાશે. દેશમાં ઓબીસી સમુદાય સૌથી મોટો છે પણ તેની કોઈ એક રાષ્ટ્રીય વ્યાખ્યા નથી.
અલગ-અલગ રાજયમાં ઓબીસી સમુદાયમાં અલગ-અલગ જાતિનો સમાવેશ થયો છે. જેથી ઓબીસીનું કોઈ રાષ્ટ્રીય ચિત્ર બની શકે તેમ નથી તેથી તે અંગે કોઈ ખાસ ઓબીસી વર્ગને અલગ કરાશે નહી. આ ઉપરાંત ચાર પહાડી રાજયોમાં જાતિ જનગણના વહેલી શરુ કરાશે.
હિમાલય ક્ષેત્રમાં આવતા જમ્મુ-કાશ્મીર-લદાખ-ઉતરાખંડ અને હિમાચલમાં વર્ષના પ્રારંભથી જ ભારે હિમવર્ષા થાય છે તેથી ત્યાં વહેલી જાતિ જનગણના કરાશે અને ઓકટો-નવેમ્બર માસમાં પુરી કરાશે.
આમ સમગ્ર કવાયતમાં જે રીતે ઓબીસી જે મહત્વનો વર્ગ હવે બની ગયો છે તેનું કોઈ ચિત્ર જોવા મળશે નહી. એક વર્ષ (2026)માં જાતિ જનગણના થયા બાદ 2027થી વસતિ ગણતરી શરૂ થશે અને તેના આખરી આંકડા બહાર આવતા લગભગ 2 વર્ષ થશે.
આમ 2027ની આ કવાયત 2029માં પુરી થાય તો તે વર્ષેજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ થશે નહી. નવા વસતિ ગણતરીના આંકડા બાદ નવા સિમાંકન વિ.ની પ્રક્રિયા થશે. આમ તેની અસર 2034ની લોકસભા ચૂંટણીઓ આવી શકે છે