જાણવા જેવું

હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપશે મોટી ગિફ્ટ! EMI ના દરમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.

આજે RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે એક મોટી જાહેરાત કરી શકે એમ છે. SBI ના એક રિપોર્ટ અનુસાર આજે RBI રેપોરેટમાં ઘટાડો જાહેર કરી શકે છે. આ ઘટાડો 25 થી 50 બેસિસ પોઈન્ટ હોય શકે છે.

આજે RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે એક મોટી જાહેરાત કરી શકે એમ છે. SBI ના એક રિપોર્ટ અનુસાર આજે RBI રેપોરેટમાં ઘટાડો જાહેર કરી શકે છે. આ ઘટાડો 25 થી 50 બેસિસ પોઈન્ટ હોય શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ અહેવાલ અનુસાર RBI રેપો રેટમાં 0.50 ટકા અથવા 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આ કારણોસર આ ઘટાડો 50 બેસિસ પોઈન્ટનો હોઈ શકે છે. આ ઘટાડાનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. આ ઘટાડાને લીધે હોમ લોનના દર અને EMI માં ઘટાડો થશે.

જો RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે છે. તો રેપો રેટ ઘટીને 5.75 ટકા થઈ જશે. જ્યારે જો 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થાય છે. તો આ દર ઘટીને 5.50 ટકા થઈ જશે. હાલમાં રેપો રેટ 6 ટકા છે.

જો તમારી બેંક હોમ લોન પર 9% વ્યાજ વસૂલ કરે છે. તો 25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી તે ઘટીને 8.75% થઈ જશે અને 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી તે ઘટીને 8.50% થઈ જશે. આનો અર્થ એ છે કે તમારે ઓછી માસિક EMI જમા કરાવવી પડશે.

ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવી રહ્યા છો. તો તમારી માસિક EMI 40231 રૂપિયા થશે. બીજી તરફ RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, આ EMI ઘટીને 38446 રૂપિયા થઈ જશે. એટલે કે માસિક EMI 2000 રૂપિયા સુધી ઘટાડી શકાય છે. જોકે શરત એ છે કે RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી તમારી બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ. તેવી જ રીતે ઓટો લોન અને અન્ય લોન પર પણ અસર પડી શકે છે.

જો તમે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લીધી હોય અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયા પછી, તમારી બેંક પણ લોન પર વ્યાજ ઘટાડે છે તો તમારો EMI ઘટશે. ધારો કે તમે 20 વર્ષ માટે 9% વ્યાજે 20 લાખ રૂપિયાની લોન લીધી હતી, તો માસિક EMI 17995 રૂપિયા થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયા પછી, તમારી લોન EMI 17356 રૂપિયા થઈ જશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button