વડોદરા શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. એક જ દિવસમાં કોરોનાના 6 જેટલા નવા કેસ નોંધાયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પણ કોરોનાગ્રસ્ત થયા છે. વડોદરા શહેરમાં 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં સતત બીજા દિવસે પણ વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના 160થી વધુ નવા કેસ નોંધાયા છે ત્યારે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 615 થઈ ગઈ છે. જે 615માંથી 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સોલા સિવિલના 5 ડૉક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તો આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પણ કોરોનાગ્રસ્ત થયા છે. વડોદરા શહેરમાં 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં સતત બીજા દિવસે પણ વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે.
વડોદરા શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. એક જ દિવસમાં કોરોનાના 6 જેટલા નવા કેસ નોંધાયા છે. ભાયલી, છાણી સહિતના વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ત્યારે મહાનગરપાલિકાએ લોકોને સાચવેતી માટે અપીલ કરી છે.
સુરતમાં કોરોના કેસોમાં ધીમે ધીમે સતત વધારો થયો છે. સતત બીજા દિવસે પણ વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. દ્વારકાથી પરત આવેલા મહિલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પારલે પોઇન્ટની મહિલા સામાજિક કાર્યકર કોલ્હાપુરથી પરત આવતા કોરોના થયો છે. સુરતમાં 42 દર્દીઓ કોરોના પોઝિટિ આવ્યા છે.
દેશમાં સક્રિય કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 4866 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3960 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. મૃત્યુઆંક 51 પર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 679 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી સૌથી વધુ તબાહી કેરળમાં મચાવી છે. કેરળમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1487 થઈ ગઈ છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે, જ્યારે 238 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.