રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા ; જૈન સમુદાય દ્વારા વિશાળ રેેલી યોજાઇ ,
આ ઘટના સામે ભારે નારાજગી વ્યક્ત કરતા અમદાવાદમાં પણ જૈન સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આક્ષેપ કરાયો કે જૈન સમાજના સાધુ-સાધ્વીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે
તાજેતરમાં જ રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ સુરતમાં જૈન સમુદાય દ્વારા વિશાળ રેેલી યોજાઇ હતી..જેમાં માગ કરવામાં આવી હતી કે વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા માટે જરૂરી પગલા લેવામાં આવે.
આ ઘટના સામે ભારે નારાજગી વ્યક્ત કરતા અમદાવાદમાં પણ જૈન સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આક્ષેપ કરાયો કે જૈન સમાજના સાધુ-સાધ્વીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જૈન સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આ એક સુનિયોજિત આયોજન છે.
તેમણે કહ્યું કે હાઇવે પર જૈન સાધુઓ વિહાર કરતા હોય ત્યારે જ તેમની હત્યા કરવામાં આવે છે. રાજ્ય સરકારે SITની રચના કરી પરંતું તેનું કોઇ પરિણામ ન આવ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર SIT ની રચના કરીને તપાસ કરે..તેમણે એમ પણ કહ્યું કે પગદંડી બનાવાઇ છે પણ કાળજી રાખવામાં આવતી નથી.



