ભારત

વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે ,

લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે.

વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button