કેન્દ્ર સરકારે ટુ લેન હાઈવેના ટોલટેકસમાં રાહત આપવાની તૈયારી કરી છે જે અંતર્ગત ટોલ ટેકસમાં 40 ટકાનો ઘટાડો કરાશે ફોર-લેન પ્રોજેકટ પૂર્ણ થયા બાદ નવા દરથી ટોલટેકસ વસૂલાશે.
મંત્રાલયનાં એક સિનીયર અધિકારીએ કહ્યું કે, હાલ ફોર-લેન હાઈવેને સિંકસ કે એઈટ લેન બનાવવામાં આવે ત્યારે ટોલટેકસમાં આ ટકાનો ઘટાડો કરીને 75 ટકાથી વસુલાત થતી હોય છે

કેન્દ્ર સરકારે ટુ લેન હાઈવેના ટોલટેકસમાં રાહત આપવાની તૈયારી કરી છે જે અંતર્ગત ટુ-લેન હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ચાલુ હોય અને નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેકસમાં 40 ટકાનો ઘટાડો કરાશે ફોર-લેન પ્રોજેકટ પૂર્ણ થયા બાદ નવા દરથી ટોલટેકસ વસૂલાશે.
માર્ગ પરિવહન તથા હાઈવે મંત્રાલયના સચીવ વી.ઉમાશંકરે બેઠક યોજીને ટોલટેકસને લગતા વિવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. ખાસ કરીને ટુ-લેન પ્રોજેકટને ફોરલેનમાં અપગ્રેડ કરવાના પ્રોજેકટ દરમ્યાન ટોલટેકસમાં 40 ટકાનો ઘટાડો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
મંત્રાલયનાં એક સિનીયર અધિકારીએ કહ્યું કે, હાલ ફોર-લેન હાઈવેને સિંકસ કે એઈટ લેન બનાવવામાં આવે ત્યારે ટોલટેકસમાં આ ટકાનો ઘટાડો કરીને 75 ટકાથી વસુલાત થતી હોય છે. હાઈવે નિર્માણમાં ઠેકઠેકાણે ડાઈવર્ઝન સહિતના અવરોધોથી મુસાફરો-વાહન ચાલકોને મુશ્કેલી થતી હોય છે.
તેને ધ્યાને રાખીને આ છુટ અપાય છે. ટોલટેકસમાં રાહત આપવાની નીતિમાં જોગવાઈ છે.અને તે મુજબ ટુ-લેનને ફોરલેનમાં અપગ્રેડ કરવાના પ્રોજેકટ વખતે પણ આ રાહત આપવામાં આવશે સરકાર તરફથી લીલીઝંડી મળતા જ આ ઘટાડો લાગુ થશે.