ઈન્દોર કપલ ગુમ કેસમાં પત્ની સોનમ જ બેવફા નીકળી છે. અફેરને કારણે તેણે હનીમૂન પર પતિનું મર્ડર કરી નાખ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમને રાજ કુશવાહા સાથે અફેર હતું અને લગ્ન પછી પણ બંને સંપર્કમાં રહ્યા.
મેરઠના મુસ્કાનની જેમ ઈન્દોરની સોનમ પણ બેવફા નીકળી છે. પ્રેમ માટે તેણે પતિનું મર્ડર કરાવી નાખ્યું અને લાશ પહાડીઓમાં ફેંકી દીધી. 17 દિવસમાં તો સોનમે એક મોટા કાંડને અંજામ આપી દીધો. મુસ્કાન કાંડ જેવો જ બીજો મોટો કાંડ સામે આવ્યો છે. પત્નીના અફેરને કારણે વધુ એક પતિને મરવાનો વારો આવ્યો. હવે ઈન્દોરની સોનમ રઘુવંશી પણ બેવફા નીકળી છે અને તેણે હનીમૂન પર જ પતિનું કાસળ કાઢ્યું નાખ્યું. ઉલ્લેખનીય છે કે મેરઠની મુસ્કાને પણ પ્રેમી સાથે મળીને પતિના ટુકડા કરી નાખ્યાં હતા.
રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ ઈન્દોરમાં હિન્દુ વિધિ અનુસાર થયા હતા અને 20 મેના રોજ બંને શિલોંગમાં હનીમૂન માટે રવાના થયા. આ પછી કપલ ગુમ થયું અને 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ વેઇસાવડોંગ ધોધ પાસે એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો અને હવે 17 દિવસ બાદ 9 જુને સોનમની યુપીમાંથી ધરપકડ કરાઈ છે.
9 જૂનના રોજ સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે, સોનમ ગાઝીપુરના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી અને ત્યાંથી તેણે તેના ભાઈને ફોન કરીને પોતાનું ઠેકાણું આપ્યું જે પછી ભાઈએ ઈન્દોર પોલીસને જાણ કરી અને ઈન્દોર પોલીસે ગાઝીપુર પોલીસને ફોન કરીને જણાવતાં પોલીસે તેની ધરપકડ કરીને મામલો ઉકેલી નાખ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમને રાજ કુશવાહા સાથે અફેર હતું અને લગ્ન પછી પણ પછી પણ બંને સંપર્કમાં રહ્યા. સોનમે રાજાને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું અને તેના પ્રેમી સાથે મળીને શિલોંગમાં હત્યા કરી. રાજાની હત્યામાં કુલ ચાર લોકો સામેલ હતા. જેમાંથી ત્રણની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે.
ઈન્દોરનું નવપરિણીત યુગલ, રાજા રઘુવંશી અને પત્ની સોનમ, 23 મેના રોજ ગુમ થયું હતું. મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યારે રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ એક ખાડીમાંથી મળી આવ્યો હતો અને હવે 17 દિવસ સોનમ મળી આવી છે જે હત્યારી નીકળી.
સોનમનો 17 દિવસનો કાંડ દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે. આજથી 17 દિવસ પહેલાં લગ્ન કરીને કપલ હનીમૂન માટે મેઘાલયના શિલોંગમાં ગયું હતું જે પછી સોનમ ઘાટ ઘડ્યો અને પ્રેમી સાથે મળીને પતિનો ઘડ્યો લાડવો કરી નાખ્યો અને હવે તે સામે આવી છે અને પોલીસની પકડમાં છે.



