જાણવા જેવું

ગુજરાત પ્રદેશ પ્રમુખની પસંદગીને બાયપાસ કરી ભાજપ જૂન મધ્યમાં રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરશે ,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ માસના મધ્યમાં કેનેડાના પ્રવાસે જનાર છે અને તે પુર્વે આ નિર્ણય લઈ લેવાશે અને મોદી દિલ્હી પરત ફરે તેના બે દિવસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થશે.

લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સંગઠન તથા ગુજરાત સહિતના અનેક રાજયના પ્રદેશ માળખા અંગે ચર્ચા છે પણ ભાજપને એક યા બીજા વિધ્ન સર્જાય છે અને તેથી આ ઈન્તજારી ખૂબજ લાંબી થઈ ગઈ છે તે વચ્ચે હવે પક્ષના સૂત્રોએ જ માહિતી આપતા કહ્યું કે, આ માસના મધ્યમાંજ ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે છે અને તે માટેની પ્રક્રિયા પણ હવે આગામી સપ્તાહે શરૂ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ માસના મધ્યમાં કેનેડાના પ્રવાસે જનાર છે અને તે પુર્વે આ નિર્ણય લઈ લેવાશે અને મોદી દિલ્હી પરત ફરે તેના બે દિવસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થશે. દિલ્હીથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ હવે નવા પ્રદેશ પ્રમુખનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું પણ હવે અહી સ્થાનિક ગ્રામ્ય પંચાયત અને બે ધારાસભાની પેટાચુંટણીઓ ચાલી રહી છે જે પેટાચૂંટણીમાં તા.19 જૂનના પુરી થશે.

પણ પરિણામ વિ. પ્રક્રિયા પુરો મહિનો ચાલશે પણ ભાજપ હવે રાષ્ટ્રીય પ્રમુખ માટે જે 50% રાજયોમાં નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થઈ ગઈ હોય તે તેના બંધારણ મુજબ જરૂરી છે. તેમાં હાલ ગુજરાતને બાયપાસ પણ કરી શકે છે. તેના બદલે ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉતરાખંડના નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરી લેશે. જેથી તેની બંધારણીય આવશ્યકતા પુરી થઈ જશે.

હાલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ માટે ત્રણ મુખ્ય સ્પર્ધક છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન જે ઓડિસાના ઓબીસી છે અને તેઓ સંગઠન ચૂંટણી વ્યુહરચના બન્ને કામોમાં નિષ્ણાંત છે અને ભાજપના મોવડીઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમીત શાહનો વિશ્વાસ ધરાવે છે તથા છેક બુથ કક્ષાએથી તેઓની રાજકીય કારકિર્દી શરૂ થઈ છે.

તેઓ સૌ પ્રથમ પસંદ છે. ઉપરાંત શિવરાજ ચૌહાણ, મનોહરસિંઘ ખટ્ટરના નામો છે પણ ખટ્ટર હવે ભાજપની વિદાય લેતી પેઢીના છે. શિવરાજ ચૌહાણ કેબીનેટમાં કૃષિમંત્રાલય સંભાળે છે અને તેઓને હવે સંગઠનમાં સક્રીય કરી શકાય છે. એક તકે નડ્ડાને તેની હવે એકસટેન્ડેડ ટર્મ પુરી કરવા દેવાનો છે પણ તેમાં હજું પુરી સંમતી નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button