મુંબઈમાં એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર . મુંબઈ અને થાણે વચ્ચે ચાલતી ટ્રેનમાંથી 10 થી 12 લોકો પડી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા કે ટ્રેનમાં ખૂબ જ વધુ ભીડ હતી અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા કે ટ્રેનમાં ખૂબ જ વધુ ભીડ હતી અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. વધુ ભીડ અને સુરક્ષા નિયમોની અવગણનાને કારણે આ દુઃખદ ઘટના બની હતી. અકસ્માત સમયે ત્યાં પુષ્પક એક્સપ્રેસ અને લોકલ ટ્રેન બંને પસાર થઈ રહ્યી હતી, એટલે સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે મુસાફરો કઈ ટ્રેનમાંથી પડ્યા હતા. જોકે, આ અકસ્માતથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા.
રેલ્વે પોલીસ (GRP) અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક થાણે સિવિલ હોસ્પિટલ અને કલ્યાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. ગંભીર ઘાયલોની સંખ્યા વધુ હોવાની શક્યતા છે. રેલ્વે વહીવટીતંત્રે આ અકસ્માતની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા વધારવાના પગલાં પર વધુ ધ્યાન કેન્દ્રત કરી રહ્યા છે.
આ અકસ્માતના કારણે મધ્ય રેલ્વેની લોકલ ટ્રેન સેવા મુમ્બ્રા-દિવા સેક્શન પર થોડા સમય માટે ધીમી પડી ગઈ હતી. જેના કારણે હજારો મુસાફરોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વેએ ટૂંક સમયમાં સેવાઓ પુનઃસ્થાપિત કરી શકે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ આશરે 80 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે, તેથી આવી દુર્ઘટનાઓનું પરિણામ ગંભીર બની શકે છે.