કેનેડામાં વડાપ્રધાન મોદીના જીવ પર ખતરો ; ખાલિસ્તાનીઓની ધમકી , આ બાબતને કેનેડાની સરકાર તેને ફ્રીડમ ઓફ સ્પીચ (વાણી સ્વાતંત્ર્ય) ગણાવી રહી છે.
કેનેડામાં ખાલિસ્તાનીઓએ એક દેખાવનુ આયોજન કર્યુ હતું. જેમાં જી-7 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીના આમંત્રીત કરવા બદલ કેનેડાનાં વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો હતો.

કેનેડામાં વડાપ્રધાન મોદીના જીવ પર ખતરો હોવાનું જણાવાઈ રહ્યું છે. કેનેડામાં ખાલિસ્તાનીઓ બેલગામ થઈ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આમ છતાં આ બાબતને કેનેડાની સરકાર તેને ફ્રીડમ ઓફ સ્પીચ (વાણી સ્વાતંત્ર્ય) ગણાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાનાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતના વડાપ્રધાનને જી-7 સંમેલનમાં આમંત્રીત કર્યા છે.એક બાજુ જયાં આ પગલુ દ્વિપક્ષીય સંબંધોને સુધારવાની કોશીશ માનવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ભારતે કેનેડામાં ખાલિસ્તાની રેલીઓ અને હિંસાને લઈને પોતાના રાજદ્વારીઓ અને પ્રવાસી સમુદાયની સુરક્ષાના ખતરાનાં સંદર્ભમાં સતર્ક કર્યા છે.
બીજી બાજુ કેનેડામાં ખાલિસ્તાનીઓએ એક દેખાવનુ આયોજન કર્યુ હતું. જેમાં જી-7 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીના આમંત્રીત કરવા બદલ કેનેડાનાં વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો હતો.
એટલા માટે કે તેને કેનેડામાં ઘેરી શકાય. ખાલિસ્તાની આતંકી પન્નુએ એક વીડીયોમાં કહ્યું હતું કે હું માર્ક કાર્નીને ધન્યવાદ આપવા માંગુ છું. જે એક કેનેડીયન પીએમથી વધુ એક વ્યવસાયી છે. જેમણે ખાલિસ્તાન સમર્થક શિખોને જી-7 દેશો સામે મોદીની રાજનીતીને ઘેરવાનો ઐતિહાસીક મોકો આપ્યો હતો.
એસએફજેએ દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શનનો હેતુ જી-7 દેશોને ખાલીસ્તાન સમર્થક હરદીપસિંહ નિરજજની હત્યા માટે મોદીને જવાબદાર ઠેરવવા માટે મજબુર કરવાનાં છે.ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની સમર્થકોએ પહેલા કેનેડીયન વડાપ્રધાન માર્ક કાર્નીને પીએમ મોદીને આમંત્રણ ન આપવા આગ્રહ કર્યો હતો તેમ છતા કાર્નીએ આમંત્રણ આપ્યુ હતું.