આણંદના બોરસદમાં મેગા ડીમોલેશન હાથ ધરાયું ; ૬૦ વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટું મેગા ડિમોલેશન ,
કંતાનનગર અને પાંચવડ વિસ્તારમાં પાક્કા અને પતળાવાળા 200થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું

આણંદના બોરસદમાં મેગા ડીમોલેશન હાથ ધરાયું હતું.. જેમાં અનેક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું. મેઘા ડીમોલેશનના અકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે 600 ગુંઠા જમીન દબાણકારો પાસેથી મુક્ત કરાવી હતી.. અહીં પોલીસને ફાળવેલ જગ્યા ઉપર 50 વર્ષથી હતા દબાણો કરાયા હતા.. જમીન પર 250થી વધુ કાચા-પાકા દબાણો હતા જેને હટાવી દેવાયા હતા.
બોરસદ શહેરમાં ૬૦ વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટું મેગા ડિમોલેશન હતું. જેમાં કંતાનનગર અને પાંચવડ વિસ્તારમાં પાક્કા અને પતળાવાળા 200થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ડિમોલેશન વખતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ જતા બોરસદમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાલિકાની દબાણ હટાવો ઝૂંબેશમાં 1100થી વધુ રહીશો બેઘર બન્યા છે. .
ડિમોલેશનની કામગીરી સમયે કંતાનનગરમાં રહેતા રહીશોએ વિરોધ કર્યો હતો અને પાંચ દિવસનો સમય માંગ્યો હતો.. જો કે ડિમોલિશનની કામગીરી તુરંત શરૂ કરી દેવાઇ હતી.. કંતાનનગરના અગ્રણીઓનું કહેવું હતું કે માત્ર 12 મકાનોને નોટિસ આપવામાં આવી હતી, તો પછી શા માટે તમામ મકાનો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. દબાણ હટાવો કામગીરી સમયે બોરસદ પોલીસ અધિકારીઓ, ૪૦થી વધુ પોલીસ કર્મચારીઓ, ૫૦થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો સહિત બે મોબાઈલ પોલીસ વાન વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી હતી.