જાણવા જેવું

ચાંદીના ભાવમાં દિવાળી સુધીમાં ચાંદીના ભાવ 1.50 લાખને પણ પાર કરી શકે છે.

છેલ્લા ઘણા સમયથી ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોઈને એક્સપર્ટ એવું અનુમાન લગાવી રહ્યા છે

નિવેશકારો એટલે કે રોકાણકારોને ચાંદી હંમેશા તેની તરફ આકર્ષિત કરે છે. સતત રેકોરેડ તોડી રહેલી ચાંદીના ભાવ હવે આસમાન તરફ આગળ વધી રહ્યા છે. એક્સપર્ટનું માનવું છે કે આ દિવાળી સુધીમાં જો આ જ રીતે ભાવમાં વધારો થતો રહયો તો ચાંદીના ભાવ 1.30 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. આ અનુમાન માત્ર રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ એક સંકેત સમાન છે ,

એક્સપર્ટના મત અનુસાર દિવાળી સુધી ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ચાંદીના ભાવ 1 લાખ 25 હજાર રૂપિયાથી વધીને 1 લાખ 30 હજાર રૂપિયા થઈ શકે છે. તેમણે આ પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક બજારમાં ટેકનિકલ બ્રેકઆઉટને ગણાવ્યું છે. ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 37 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી છે. જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાથી ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. સ્વચ્છ ઉર્જા, 5G ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) જેવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ 53-56% સુધી થાય છે. જેના કારણે તેની માંગ સતત વધી રહી છે.

એક્સપર્ટના મતે હાલમાં સોના-ચાંદીનો ગુણોત્તર 91 ની નજીક છે. જે દર્શાવે છે કે સોનાની તુલનામાં ચાંદી હજુ પણ રોકાણ માટે આકર્ષક છે. ઐતિહાસિક રીતે આ ગુણોત્તર ભાગ્યે જ 90 થી ઉપર રહ્યો છે અને જ્યારે તે નીચે આવે છે. ત્યારે ચાંદીના ભાવમાં વધારો થાય છે. એક ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ મુજબ આ પાંચમું વર્ષ છે જ્યારે ચાંદીના પુરવઠામાં ઘટાડો અને માંગમાં વધારાને કારણે ચાંદી ખાધમાં છે. આ ખાધથી ભાવમાં વધુ વધારો થયો છે.

ચાંદીમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પહેલા ચાંદી ફક્ત ધનતેરસ અથવા અક્ષય તૃતીયા જેવા પ્રસંગોએ જ ખરીદવામાં આવતી હતી. પરંતુ હવે લોકો તેને રોકાણ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. નાના રોકાણકારો પણ ડિજિટલ સિલ્વર અને ETF દ્વારા તેમાં ભાગ લઈ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સે પણ મલ્ટી-એસેટ ફંડ્સમાં ચાંદીનો સમાવેશ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.

એક્સપર્ટના મત અનુસાર આ વર્ષના અંત સુધીમાં ખાસ કરીને દિવાળી સુધીમાં ચાંદીના ભાવ 1.30 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. છેલ્લા 60 દિવસમાં ચાંદીએ 24% વળતર આપ્યું છે. જે અન્ય રોકાણ વિકલ્પો કરતાં ઘણું વધારે છે. ઔદ્યોગિક માંગ, પુરવઠાનો અભાવ અને રોકાણકારોના વધતા રસને કારણે, ચાંદીમાં આ વધારો ચાલુ રહેવાની શક્યતા છે. તે જ સમયે સોના કરતાં ચાંદીને વળતર માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે લાંબા ગાળાના રોકાણ માટે આ એક સુવર્ણ તક છે. આ દિવાળીમાં જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ચાંદી પર નજર રાખો. ચાંદીના ભાવ પોતાના રેકોર્ડ તોડી શકે છે. તે રેકોર્ડ પછી રેકોર્ડ બનાવી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button