રાજકોટ શહેરમાં કોરોનાની ધીમી ગતિ યથાવત રહી છે , અમીન માર્ગ, જાનકી પાર્ક, ધર્મજીવન, કોપર સ્ટોન, ગીતાનગર વિસ્તારનો સમાવેશ
ગઇકાલે તા.10ના રોજ કોરોનાના નવા 10 કેસ બહાર આવ્યા છે. વોર્ડ નં.8ના પોશ એરીયા સહિતના વિસ્તારમાં કેસ વધુ દેખાયા છે. તો નવા કેસમાં બે દર્દીને હોસ્પિટલમાં ઓકસીજન સપોર્ટ પર રાખવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરમાં કોરોનાની ધીમી ગતિ યથાવત રહી છે. ગઇકાલે તા.10ના રોજ કોરોનાના નવા 10 કેસ બહાર આવ્યા છે. વોર્ડ નં.8ના પોશ એરીયા સહિતના વિસ્તારમાં કેસ વધુ દેખાયા છે. તો નવા કેસમાં બે દર્દીને હોસ્પિટલમાં ઓકસીજન સપોર્ટ પર રાખવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
સુધીમાં કોવિડ-19ના કુલ 124 કેસ નોંધાયા છે. આ પૈકી 68 દર્દી કોરોના મુકત થયા છે અને પ6 દર્દી સારવાર હેઠળ છે. ન્યુ રાજકોટના વિકસીત વિસ્તારોમાં આ સંક્રમણ વધારે દેખાઇ રહ્યું છે કારણ કે વિસ્તારના લોકો જરૂર પડયે તુરંત ટેસ્ટ કરાવી રહ્યા છે.
વોર્ડ નં.8ના જાનકી પાર્ક-1 નામનો વિસ્તાર આવેલો છે. અહીં રહેતા 68 વર્ષના અને 34 વર્ષના બે મહિલા મલેશીયાથી પરત ફર્યા હતા. તેમને કોરોના નિદાન થયું છે. આ બંને દર્દીએ વેકસીનના ત્રણ-ત્રણ ડોઝ લીધા છે.
ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અન્ય બે કેસમાં વોર્ડ નં.8માં ગીતાનગરમાં રહેતા 55 વર્ષના મહિલા આદિપુર અને વોર્ડ નં.9ની કોપર સ્ટોન સોસાયટીમાં રહેતા 43 વર્ષના મહિલા ગાંધીનગર જઇને પરત ફર્યાનું જાહેર થયું છે. અન્ય છ કેસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ 43 વર્ષના મહિલાને ઓકસીજન પર રાખવામાં આવ્યા છે.
અન્ય કેસની વિગત જોઇએ તો વોર્ડ નં.8ના અમીન માર્ગ વિસ્તારમાં રહેતા 63 વર્ષના મહિલા, વોર્ડ નં.11ની શિવ ટાઉનશીપમાં રહેતા 58 વર્ષના પુરૂષ, વોર્ડ નં.10ના એવરેસ્ટ પાર્કમાં રહેતા 52 વર્ષના મહિલા, વોર્ડ નં.11ના શ્યામાનંદ પાર્કમાં રહેતા 44 વર્ષના મહિલા, વોર્ડ નં.10ના જલારામ પ્લોટમાં રહેતા 45 વર્ષના પુરૂષને કોરોના સંક્રમણ થયું છે.
વોર્ડ નં.7ની ધર્મજીવન સોસાયટીમાં રહેતા અને વેકસીનનો એકેય ડોઝ નહીં લેનાર 80 વર્ષના વૃધ્ધને કોરોનાનો ચેપ લાગતા તેમને પણ ઓકસીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અન્ય તમામ દર્દીએ વેકસીન લીધી છે. આજના 10 કેસમાં આઠ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રહ્યા છે.