શાતિર સોનમ ; પ્લાન-બી તૈયાર કરેલો , જો સોપારી કિલર્સથી પતિ બચી જાય તો સોનમે પતિનું કાસળ કાઢવા પ્લાન હતો. ,
સોનમે કામાખ્યા માતાની માનતાનું બહાનુ ધરી પતિને ‘નજીક’ નહોતો આવવા દીધો સોનમે પતિને કહેલુ-કામાખ્યા મંદિરના દર્શન બાદ આપણે પતિ-પત્નિની જેમ રહીશુ
ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં ક્રાઈમ થ્રીલરને ટકકર માટે તેવા રોજેરોજ વળાંકો આવી રહ્યા છે. પત્ની સોનમે રાજાને મારી નાખવા હુમલાખોરોને સોપારી તો આપી જ હતી પણ જો તે પ્લાન ફેલ ગયો તો તેણે પતિનો કાંટો કાઢી નાખવા પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જો સોપારી કિલર્સ રાજાનો જીવ ન લઈ શકે તો સોનમની પતિ સાથે પહાડીઓ પર સેલ્ફી લઈને નીચે ધકકો મારી દેવાનો પ્લાન હતો.
પતિ રાજાની હત્યાનો પ્લાન તો સોનમે લગ્નના 6 દિવસ બાદ જ બનાવી રાખ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોનમે પતિ રાજાને મારવા માટે સોપારી કિલર્સ બોલાવ્યા જ હતા પણ જો તેઓ રાજાનો જીવ ન લઈ શકે તો સોનમે સેલ્ફી લેવાને બહાને રાજાને પહાડ પરથી ધકકો મારી દેવાનો પ્લાન ઘડયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનમે વિચાર્યુ હશે કે જો કોઈ રીતે રાજા બચી જાય તો તેને ધકકો મારીને પહાડ પરથી નીચે ફેંકી દેવા અને ત્યારબાદ સોનમ બધાને એવું કહેતી કે રાજા એક અકસ્માતનો શિકાર બની ગયો અને ખાઈમાં નીચે પડી ગયો
રાજા અને સોનમની હેટ સ્ટોરીએ દેશભરમાં ચકચાર જગાવી છે. ત્યારે એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે રાજા અને સોનમ વચ્ચે શારીરીક સંબંધો નહોતા રચાયા આ માટે સોનમે પતિ રાજાને કહ્યું હતું કે મે માનતા રાખી છે કે કામાખ્યા, મંદિરનાં દર્શન બાદ જ આપણે પતિ-પત્નિની જેમ રહેશુ.
સોનમે પતિ પાસેથી માતા કામાખ્યા-મંદિરના દર્શન સુધી શારીરીક સંબંધ ન રચવાનું વચન માગી લીધુ હતું. લગ્નના ત્રણ દિવસમાં જ સોનમ પિયર ચાલી ગઈ હતી. અને પિયરથી જ સીધી હનીમુન માટે પતિ સાથે નીકળી હતી.
ઈન્દોર એરપોર્ટ પર જ બન્ને મળ્યા હતા. લગ્ન કરેલા હોવા છતા સોનમે અગાઉ વચન લીધેલ હોવાથી હનીમુનમાં પણ રાજા સોનમની પણ નજીક નહોતો આવ્યો.



