સુરતમાંથી એક હચમચાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં 2 યુવકોને તાલિબાની સજા આપવામાં આવી ; યુવકોને નાગા કરીને માર્યા ,
બંન્ને યુવકોને ચોરીનો આરોપ લગાવી વેપારીએ ઢોર માર માર્યો છે.

સુરતથી એક વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કેટલાક વેપારીઓ દ્વારા બે યુવકોને નિર્વસ્ત્ર કરીને લાકડાંના દંડા વડે ફટકારવામાં આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બંન્ને યુવકોને ચોરીનો આરોપ લગાવી વેપારીએ ઢોર માર માર્યો છે.
આ વાયરલ વીડિયો સુરતમાં આવેલા રિંગરોડ સ્થિત અનમોલ માર્કેટમાં નંદિની ક્રિએશન નામની દુકાનનો હોવાનું કહેવાય છે જ્યાં ખુદ વેપારીઓ પોલીસ બનીને બંન્ને યુવકોને માર મારતા નજરે પડી રહ્યાં છે. બંન્ને યુવકો સાથે વેપારીઓએ રાક્ષક જેવું વર્તન કરીને લાકડી અને દંડા વડે ફટાકર્યા હતા.
એટલુ જ નહીં બંન્ને યુવકોને ઢોર માર મારીને તેમને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. સુરતમાં કેટલાક સમચથી ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે અનમોલ માર્કેટમાં બે યુવકો ચોરી કરી હોવાનો આરોપ લગાવીને વેપારીઓ બંન્ને યુવક પર તૂડી પડ્યા હતા. વેપારીઓએ કાયદો હાથમાં લઈને યુવકોને તાલિબાની સજા ફટકારી હતી. ત્યારે એ સવાલ પણ ઉભો થાય છે કે વેપારીઓને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી.
આ સમગ્ર ઘટના અંગે સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, ‘વાયરલ વીડિયો થયો છે તેની જાણ છે જેની અમે તપાસ શરુ કરી છે તેમજ જે વેપારીઓએ યુવકો સાથે દુર્વ્યવહાર કર્યો છે તે અને જે યુવકોને માર મારવામાં આવ્યો છે તેની વિગતો અને સમગ્ર મામલો શું છે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે’.