અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું ,
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસ સેવાઓ તેમજ ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે

અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200થી વધુ પેસેન્જર સવાર હતા. સમગ્ર મંજરના દ્રશ્યો જેવા તેવાના હર્દય બેસાડી દે તેવા છે. અહીંથી મૃતદેહોને સોલો સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસ સેવાઓ તેમજ ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર જોહાર કરવામાં આવ્યો છે. જે ઇમરજન્સી નંબર 792562035 છે
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.