1લી મેના રોજ અમદાવાદ લંડનની આ જ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદમાં રદ થઈ હતી ,
એર ઈન્ડિયા AI 171 ફ્લાઇટ બોઇંગનું ડ્રીમલાઇનર વિમાન જ હતું જેમાં એસી પણ ન્હોતું ચાલતું, મુસાફરો ભારે અકળાયા હતા ,

ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન બોઇંગ 787 ડ્રીમ લાઇનર હતું. અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ પર જઇ રહેલું વિમાન બપોરે 1.38 કલાકે ટેક ઓફ થયાની સાથે જ 55 સેકન્ડમાં એરપોર્ટ પાસે આવેલ મેઘાણી નગર નામના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું અને ક્રેશ લેન્ડિંગ થયું હતું.
ક્રેશ થતાની સાથે જ પ્લેન અગનગોળા બની ગયો હતો અને 244 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયાના સમાચાર મળ્યા હતા. આ વિમાન દુર્ઘટના શા કારણોસર થઈ તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળતી.
પરંતુ ગઈકાલે 12 જૂનના જે વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું તે જ વિમાનમાં 1 મેના રોજ પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 1 મેના અમદાવાદથી લંડન જઈ રહેલું ડ્રીમ લાઇનર વિમાન બપોરે 1.30 કલાકના બદલે 2 કલાકે બોર્ડિંગ શરૂ કરાયું હતું.
આ ઉપરાંત બે થી ત્રણ કલાક સુધી તમામ મુસાફરોને બેસાડી રાખવામાં આવ્યા હતા અને આ સાથે એસી પણ ચાલતું ન્હોતું. મુસાફરોને ત્રણ કલાકના અંતે વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની વાત સામે આવી હતી. તમામ મુસાફરોને સમયસર રિફંડ આપવામાં પણ આવ્યું નથી. પરંતુ જે મુસાફરોને સમયસર લંડન પહોંચવું હતું તે થઈ શક્યું નહીં.
એર ઈન્ડિયાના વિમાન જૂના હોવાથી ટેકનિકલ ખામી સર્જાતી હોવાનું મુસાફરોએ આક્રોશ તે સમયે વ્યક્ત કર્યો હતો. આ વખતે ફરી એ જ ફ્લાઇટ હતી અને તે ટેક ઓફ થયાના 55 સેકન્ડમાં જ ક્રેશ લેન્ડિંગ થઈ હતી.