જાણવા જેવું

અમદાવાદ પ્લેનક્રેશ બાદ અમેરિકાનું મહત્વનું નિવેદન બોઈંગના વિમાનોની ઉડાનો પર હાલ અમે કોઈ પ્રતિબંધો લાદશું નહીં : અમેરિકા

ફ્લાઈટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદીશુ નહીં. ડફીએ આ દુર્ઘટના મામલે તપાસમાં ભારતને જરૂરી તમામ સહયોગ આપવાનું પણ વચન આપ્યું છે.

અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ ગઈકાલે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ બોઈંગ 787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં કોઈ ખામીના પુરાવા મળ્યા નથી.

જેથી અમે તેની ફ્લાઈટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદીશુ નહીં. ડફીએ આ દુર્ઘટના મામલે તપાસમાં ભારતને જરૂરી તમામ સહયોગ આપવાનું પણ વચન આપ્યું છે.

સીન ડફીએ જણાવ્યું હતું કે, અમારૂ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ દુર્ઘટનાની તપાસ મામલે ભારતને તમામ સહાય પ્રદાન કરશે. હજી સુધી બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનની ઉડાન અટકાવવાની જરૂર નથી. અમે આ દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સ જોયા છે. પરંતુ હજી સુધી એવી કોઈ ટેક્નિકલ કે સિક્યોરિટી ખામીનો ડેટા મળ્યો નથી.

જેનાથી સાબિત થઈ શકે કે, વિમાન મોડલ (બોઈંગ 787)માં કોઈ ખામી છે. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફી અને એક્ટિંગ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) ચીફ ક્રિસ રોશેલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે જણાવ્યું હતું.

ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FFA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.

અમે હાલ બોઈંગ અને જીઈ સાથે દુર્ઘટનાના ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. કોઈપણ સલામતી ભલામણોનો અમલ કરવામાં અચકાઈશું નહીં. અમે તથ્યોનું પાલન કરીશું અને સલામતીને પ્રથમ સ્થાન આપીશું. FFA પેસેન્જર વિમાનની સુરક્ષાની ખાતરી કરતાં ભારતને વધારાના ડેટા મોકલવાની તૈયારી કરી રહ્યું છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button