આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 June 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
16 06 2025 સોમવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર ધનિષ્ઠા, યોગ વૈધૃતિ, કરણ તૈતિલ, રાશિ મકર (ખ.જ.) બપોરે 1:08 પછી કુંભ (ગ.સ.શ.ષ.) ,
મેષ (અ.લ.ઈ.)
માનસિક શાંતિ મળશે, ધંધામાં સુધારો જણાશે, સફળતાની ખુશી મળશે, લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે ,
વૃષભ (બ.વ.ઉ.)
કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે, જોખમી કામોમાં ધનહાનિ થશે, ધંધામાં સામાન્ય લાભ થશે, કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાવશે ,
મિથુન (ક.છ.ઘ.)
કામકાજ માટે અનુકૂળ દિવસ છે, ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે, આવકના નવા દ્વાર ખુલશે, કામમાં પ્રતિષ્ઠા વધશે ,
કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી લાભ, દેશ પરદેશથી સારા સમાચાર મળે, ધંધામાં પ્રગતિ જણાય, ખોટા ખર્ચાથી પરેશાન રહો ,
સિંહ (મ.ટ)
માનસિક અશાંતિ અનુભવશો, વિકાસના કાર્યોમાં સાધારણ સફળતા મળશે, સાથી કર્મીઓથી ઓછો સહકાર મળે, ધંધામાં શ્રમ પછી ઓછી સફળતા મળશે ,
કન્યા (પ.ઠ.ણ.)
કામની અધિક વ્યસ્તતા રહેશે, સ્વાસ્થ્ય નરમ ગરમ જણાશે, સફળતામાં ઓટ જણાશે, સ્વજનોથી વ્યર્થ વિવાદથી સાચવવું ,
તુલા (ર.ત.)
ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું, સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે, ધનની લેવડદેવડમાં સાચવવું, કરેલી મહેનતનું સારું ફળ મળશે ,
વૃશ્ચિક (ન.ય.)
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, અટવાયેલા કાર્યો પૂર્ણ થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, વ્યક્તિગત સંબંધોમાં લાભ થશે ,
ધન (ભ.ધ.ફ.ઢ.)
માનસિક શાંતિ મળે, કામકાજની કદર થશે, વ્યવસાયમાં નવી તકો મળે, વિદ્યાર્થીઓને લાભ થાય ,
મકર (ખ.જ.)
જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, નોકરિયાતને ખર્ચ વધે, પરિવાર સાથે મુસાફરી થાય, માતાની તબિયત જાળવવી ,
કુંભ (ગ.શ.સ.ષ.)
હરીફાઈના કામમાં લાભ થાય, ભાઈભાંડુથી લાભ થાય, સંપત્તિના કામમાં સહયોગ મળે, ધંધાકીય સમસ્યાઓ જણાય ,
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સુખ સારું મળે, પારિવારિક તણાવ જણાય, નાના મોટા રોકાણથી લાભ, જમીનને લગતા કામથી લાભ ,